________________
ઉપદ્રવના શમન કરનારા છે. સમણ એટલે સમણ એટલે સમ્યગૂ તેનો અર્થ એ થાય છે કે યથાસ્થિત જે પદાર્થો જેવા સ્વરૂપમાં છે તે પદાર્થો તેવા સ્વરૂપમાં આણીને કહે છે. ત્રણ કાળમાં અબાધિન છે આથી ત્રીજો વચનાતિશય સૂચવે છે. “સમણ' એટલે સમાન માન સુર-અસુર નરેશ્વર આદિએ કરેલી પૂજાએ કરીને “સ' એટલે યુક્ત હોય તે સમાન છે. આ શબ્દ દીર્થ હોવા છતાં પ્રાકૃત હોવાને કારણે હ્રસ્વ થયેલ છે. ત્રણ જગતે
કરેલી પૂજા યોગ્ય. આ પ્રમાણે અર્થ કરવામાં પૂજાતિશય છે. ૫૭૧ પ્રશ્ન જેમ ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ સ્વામીની મૂર્તિના મસ્તક
ઉપર સર્પની ફણા હોય છે તેમ બીજા કોઈ તીર્થકર દેવની
મૂર્તિના મસ્તક ઉપર સર્પની ફણા હોય છે યા નહિ? ઉત્તર જેમ પાર્શ્વનાથ સ્વામીની મૂર્તિના મસ્તક ઉપર સર્પની ફણા
હોય છે તેમ શ્રી સુપાર્શ્વનાથ સ્વામીની મૂર્તિના મસ્તક ઉપર
સર્પની ફણા હોય છે. પ૭૨ પ્રશ્ન વર્તમાન સમયમાં સાધુઓ પત્ર લખે છે તો સાધુઓને પત્ર
લખવાની આજ્ઞા છે? સાધુઓને પત્ર લખવાની શાસ્ત્રમાં આજ્ઞા છે. શ્રી નિશીથ સૂત્રના
૧૧મા ઉદ્દેશાની ચૂર્ણિમા આ બાબતનો ઉલ્લેખ મળે છે. પ૭૩ પ્રશ્ર પરમાત્મા શ્રી મહાવીર દેવ જે વખતે આસો વદિ અમાવસ્યાની
રાત્રિએ મોક્ષે પધાર્યા ત્યારે રાત્રિ કેટલી બાકી રહી હતી? ઉત્તર સર્વાર્થ સિદ્ધ નામનું મુહુર્ત હંમેશાં ચાર ઘડી રાત્રિ બાકી
હોય ત્યારે જ શરૂ થાય છે. અમાવસ્યાની રાત્રિએ તે સર્વાર્થસિદ્ધ મુહુર્તમાં ભગવાન મોક્ષે પધાર્યા છે.
ઉત્તર
(૫૭)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org