________________
૫૨૧ પ્રશ્ન
ઉત્તર ન બોલી શકે. શ્રાવિકાઓનાં ચૈત્યવંદન સ્તવન વગેરે શ્રાવકોને
ઉપયોગમાં ન આવે. મહાવીર સ્વામી ભગવાનની પાસે નેમનાથ ભગવાનની સ્તુતિ
કોઈ બોલે તો તે અસંગત છે? ઉત્તર
ના, પરંતુ જે ભગવાન હોય તે ભગવાનની સ્તુતિ બોલવી
વધારે સારી છે. પર પ્રશ્ન ભગવાનની સન્મુખ પ્રભાવના વહેંચાય? ઉત્તર ભગવાનની સન્મુખ પ્રભાવના વહેંચાય નહીં. પ૨૩ પ્રશ્ર દેવદ્રવ્ય કયુ કહેવાય? અને તેના સંચયની મર્યાદા ખરી? ઉત્તર શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિ માટે અર્પણ બુદ્ધિથી અપાયેલ
દ્રવ્ય દેવદ્રવ્ય કહેવાય છે અને તેની સીમા હોતી નથી. નાના ગામમાં ઓછી હોય, મોટા શહેરોમાં વધારે હોય. ગરીબ વસ્તીમાં કમ હોય, ધનાઢ્ય વસ્તીમાં વધારે હોય એટલે દેવદ્રવ્યની ઈયત્તા હોઈ શકે નહીં. પરંતુ સંચિત થયેલા દેવદ્રવ્યમાંથી પોતાના અથવા અન્ય સ્થાનોના જિનાલયોના જીર્ણોદ્ધારમાં તે રકમ લગાવવી જોઈએ કે જેથી લોકોની આંખે તે ચઢે નહીં અને પોતાને વ્યામોહ ઉત્પન્ન ન થાય. ટ્રસ્ટીઓમાં આ વાતની મોટી ખામી છે. તે ખામી ટ્રસ્ટીઓ દૂર કરે તો ગુજરાત, કાઠિયાવાડ, મેવાડ, માલવા, કચ્છ, મહારાષ્ટ્ર આદિના જૈન ચૈત્યોનો ઉદ્ધાર થઈ જાય અને સંચય જેવું રહે નહીં તેમજ તમારા જેવાને પ્રશ્રનું સ્થાન પણ ન રહે.
પ૨૪ પ્રશ્ર ઉપધાનના નાણાના શ્રીફળો પૂજારી લઈ શકે ?
(૨૪)
૨૪૪
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org