SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સમાવેશ થયો છે. પ્રસ્તાવનામાં બુદ્ધિસાગરજી ગણિ જણાવે છે કે ગચ્છના કલેશથી કલુષિત મન કરતાં રાગદ્વેષ રહિત થઈને સત્યાન્વેષણ કરવાની દષ્ટિથી આ પ્રશ્નોત્તરનો અભ્યાસ થાય એમ હું ઈચ્છું છું. ગચ્છના મતમતાંતરોને સ્પર્શતા પ્રશ્નોનો આ ગ્રંથમાં સમાવેશ થયો છે અને તેના ઉત્તરો આપવામાં આવ્યા છે. તેમાં સ્વમતની પ્રરૂપણા હોવાની સાથે શાસ્ત્રીય આધાર દર્શાવ્યો છે. મતભેદનું નિવારણ થતું નથી. તપાખરતરગચ્છ ભેદ અંગેના પ્રશ્નો અત્રે શાસ્ત્રીય માહિતીરૂપે નહિં પણ જૈન પ્રશ્નોત્તર સાહિત્યના એક વિવાદસ્પદ અને ઉકેલ વગરની સમસ્યારૂપે હોવાથી અહીં માત્ર ઉલ્લેખ કર્યો છે. પ્રશ્નોત્તર સાહિત્યનો ઓછાવત્તા પ્રમાણમાં દરેક ધર્મમાં સમાવેશ થયેલો છે. તુલનાત્મક રીતે વિચારીએ તો હિંદુ ધર્મમાં શાંકરભાષ્ય અને ઉપનિષદ ગ્રંથોમાં પ્રશ્નોપનિષદ્ ગ્રંથ પ્રશ્નસ્વરૂપે રચાયેલાં છે. તે અંગેની કેટલીક વિગતો ઉદાહરણરૂપે આ પુસ્તકમાં સમાવિષ્ટ કરી છે. બંને ગ્રંથોના વિષય હિંદુધર્મના તત્ત્વજ્ઞાનને સ્પર્શે છે એટલે પ્રશ્નોત્તર સાહિત્યના પાયામાં જ્ઞાનમાર્ગની દુર્બોધ વિચારધારાનું વિશ્લેષણ કરીને સરળ બનાવવાનો પ્રશસ્ય પુરૂષાર્થ કરવામાં આવ્યો છે. પ્રત્યેક પ્રશ્ન કોઈને કોઈ રીતે ધર્મરત્નોનો ખજાનો છે તેનાથી ધર્મ અંગેની શંકાનું સમાધાન થતાં આત્માનું જ્ઞાનમય સ્વરૂપ પ્રગટ થવામાં ઉપયોગી નીવડે છે પરિણામે ધર્મ પ્રત્યેની અવિચળ શ્રદ્ધા પ્રગટે છે. પ્રશ્નોત્તર સાહિત્યની વિરાટ સૃષ્ટિ એટલે જૈન દર્શનની વિચારધારાને બુદ્ધિગમ્ય રીતે સ્પષ્ટ કરીને હેય, શેય અને ઉપાદેય વિષયોનું જ્ઞાન પ્રાપ્તિનું આધારભૂત સાધન તેનાથી સાધ્યની સિદ્ધિનો માર્ગ મોકળો થાય છે. પ્રશ્નોત્તર સાહિત્યમાં વિવિધતા જોવા મળે છે તેમાં દિગંબર મત બે તિથિ, સિદ્ધાચલની ચાતુર્માસમાં યાત્રા, ત્રણ સ્તુતિ વગેરે વિવાદાસ્પદ ૧૦ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy