SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. પ્રશ્નોત્તર ભાસ્કર પ્રશ્નોત્તર ભાસ્કર ગ્રંથના રચયિતા પ. પૂ. પં. શ્રી પ્રીતિ વિજયજી ગણિવર્ય છે તેમાં ૧૧૫ પ્રશ્નોત્તરોનો શાસ્ત્રીય આધાર આપીને પરિચય આપવામાં આવ્યો છે તેને આધારે જૈન દર્શનના કેટલાક વિચારોનું આધારભૂત સત્ય દર્શન થાય છે. પૂ. શ્રીએ પ્રશ્નો ઉત્તરોના આધાર માટે દશવૈકાલિક, આચારાંગ ઉત્તરાધ્યયન સૂત્ર, ધર્મસંગ્રહ, પંચાશકસૂત્ર, ઉપદેશપ્રાસાદ ભાષાંતર, શ્રાદ્ધવિધિ, કર્મગ્રંથ, વિશેષાવશ્યક સૂત્ર, તત્વાર્થસૂત્ર જેવા પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથો અને આગમ ગ્રંથોનો આધાર દર્શાવ્યો છે એટલે તેમાં શંકા-સમાધાન શાસ્ત્રીય રીતે થવાથી ધર્મશ્રદ્ધા અને જ્ઞાન પ્રત્યેનો આદર વધે છે. આ ગ્રંથના નમૂનારૂપ કેટલાક પ્રશ્નો અત્રે નોંધવામાં આવ્યા છે. ૪૮૦ પ્રશ્ર પ્રાણ, ભૂત, જીવ અને સત્વો શી રીતે સમજવાં? ઉત્તર દ્વાદશાંગીના પ્રથમ અંગશ્રી આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયન, શસ્ત્રપરિજ્ઞાના સૂત્ર ૫૦માની ટીકામાં તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. प्राणा द्वि त्रि चत्तुः प्रोत्काः भूतास्तु तरवः स्मृताः । પ્રો: નીવા: પવેન્દ્રિયા: શેષ: સત્વી ઉરિતા: 11111 ૪૮૧ પ્રશ્ન પ્રવચનરૂપ પુરૂષના બાર અંગ કયા જાણવા? ઉત્તર આ અધિકાર આત્મપ્રબોધમાં જણાવેલ છે તે નીચે પ્રમાણે જાણવો. બાર અંગવાળો પુરૂષ ગણાય છે તેમાં બે પગ, બે જંઘા, બે ઉરૂ, બે ગાત્ર, બે હાથ એક ગ્રીવા અને એક મસ્તક એમ જેમ બાર અંગો છે તેમ એક પ્રવચનરૂપ પુરૂષના અંગમાં રહેલું તે અંગપ્રવિષ્ટ સૂત્ર કહેવાય છે. તે બાર પ્રકારે નીચે મુજબ છે. આચારાંગ અને સૂત્ર કૃતાંગ પ્રવચન પુરૂષના બે પગ, ( ૨૩૧) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy