SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ સારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે. ૪૭૮ પ્રશ્ન સ્વર્ગલોકમાં દેવ-દેવીઓ કઈ ભાષામાં પરસ્પર વ્યવહાર કરે છે ? સ્વર્ગલોકમાં દેવો તથા દેવીઓ સુંદર અક્ષરવાળી અર્ધમાગધી ભાષામાં વાતચીત - વ્યવહાર કરે છે. ભગવતીના પાંચમા શતકના ચોથા ઉદ્દેશમાં મહાવીર ભગવાને ગોતમસ્વામીને કહ્યું છે કે गोयमा देवाण अद्धमागहाए मासाए भासंति । હે ગૌતમ ! દેવો અર્ધમાગધી ભાષામાં પરસ્પર બોલે છે લોકમાં એમ કહેવાય છે કે દેવોની ભાષા સંસ્કૃત છે. ઉત્તર ૪૭૯ પ્રશ્ર દેવો છ માસની અંદર થનારા પોતાના મૃત્યુને અવધિજ્ઞાનથી જાણી લે છે એ કયા ચિન્હોથી જાણી લે છે ? ઉત્તર દેવતાઓ વૃક્ષકંપન વગેરે ચિન્હોથી જાણી શકે છે કે પોતાનું મૃત્યુ છ માસમાં થનારું છે. આચારાંગ વૃત્તિમાં કહ્યું છે કે माल्यम्लानि कल्पवृक्ष प्रकंप: । स्त्री द्विनाशो वाससां चोपरागः । । दैन्यं तंद्रा कामरागांगभंगा । તૃણે પ્રાન્તિર્વે યુથારતિÆ 11111 પોતે પહેરેલી પુષ્પમાળા કરમાઈ જાય છે, કલ્પવૃક્ષ કંપવા માંડે છે, સ્ત્રી તથા લજ્જાનો નાશ થઈ જાય છે, વસ્ત્રમાં મલિનતા થાય છે, કામ ઉપ૨નો રાગ નષ્ટ થાય છે, શરીરના અવયવો ભાંગે છે, દૃષ્ટિ ભળે છે, શરીર ધ્રુજે છે અને બેચેની રહે છે આ બધા લક્ષણો છ માસમાં મૃત્યુ સૂચવે છે. Jain Education International 2010_03 ૨૩૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy