SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતને દૂષણ લાગે છે. ૪૩૮ પ્રશ્ર પ્રતિષ્ઠાના અધિકારમાં સાધુઓએ વાસક્ષેપ નાંખવો એવો પાઠ કયા ગ્રંથમાં છે? જો હોય તો પ્રતિષ્ઠાની પેઠે દરરોજ વાસક્ષેપ પૂજા સાધુઓ કેમ કરતા નથી? ઉત્તર પીસ્તાલીશ આગમોમાંથી આવશ્યક બૃહદ્ ટીકામાં ગણધરપદની પ્રતિષ્ઠાના અધિકારમાં સાધુઓને વાસક્ષેપ નાંખવાના અક્ષરો બતાવ્યા છે દરેક દિવસે વાસક્ષેપની પૂજા સાધુઓને કરવાના અક્ષરો કોઈ ઠેકાણે બતાવ્યા નથી. માટે તેનું વિધાન ક્યાંથી હોય? ૪૩૯ પ્રશ્ન સામાયિકમાં રહેલા શ્રાવકને પાર્યા સિવાય લાગલગાટ કેટલાં સામાયિક કરતાં કહ્યું? ઉત્તર આટલાં સામાયિક લાગલગાટ કરાય એવા અક્ષરો શાસ્ત્રમાં જોવાનું સાંભળ્યું નથી. જો મન ઠેકાણે હોય તો ઈચ્છા મુજબ સામાયિક કરે. પણ બીજા આદિ સામાયિકમાં સક્ઝાયના આદેશનું માંગવું નથી એમ વૃદ્ધોનું કથન છે પરંતુ એક સામાયિક પછી બીજું કરતાં શરીર ચિંતા વગેરેનો ઉપયોગ કરીને જ ઉચ્ચરવું. ૪૪૦ પ્રશ્ન ચૌમાસીની અઠ્ઠાઈ ચૌદશ સુધી ગણવી કે પૂનમ સુધી ગણવી? ઉત્તર ચોમાસીની અઠ્ઠાઈ હમણાં ચોદશ સુધી ગણાય છે અને પુનમ તો પર્વતિથિ તરીકે આરાધવી જ જોઈએ. ૪૪૧ પ્રશ્ન સૂક્ષ્મ નિગોદમાંથી નીકળેલો જીવ ફરી તેમાં જાય કે નહીં? ઉત્તર સૂક્ષ્મ નિગોદમાંથી નીકળેલો જીવ ફરી પણ સૂક્ષ્મ નિગોદમાં જઈ શકે છે. ૨૧૬ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy