________________
૪૩૩ પ્રશ્ન પ્રભાતે વ્યાખ્યાનના પ્રારંભમાં જિનેશ્વરદેવો નમો તિસ બોલે છે તેમાં તીર્થ શબ્દનો શો અર્થ થાય?
ઉત્તર
આવશ્યક હરિભદ્દી ટીકા વગેરે અનુસા૨ે તીર્થ શબ્દ કરી બાર અંગરૂપ શ્રુતજ્ઞાન કહેવાય છે.
ઉત્તર
૪૩૪ પ્રશ્ન કોઈ કહે કે હું ભવ્ય છું? અભવ્ય તે શી રીતે જણાય ? જે પોતાના હૃદયમાં ભવ્ય અભવ્યની શંકાવાળો થાય તે નિયમ ભવ્ય હોય છે કેમ કે અભવ્યની જીવને તેવી શંકા થતી નથી.
૪૩૫ પ્રશ્ન શ્રાવકોને ઉપધાનતપ કર્યા વિના નવકા૨ વગેરે સૂત્રો ભણવાં કલ્પે કે નહીં?
ઉત્તર
જેમ સાધુઓને યોગવહન કર્યા વગર આગળ સૂત્રોનું વાંચન પઠન વગેરે કલ્પતું નથી તેમ શ્રાવકોને પણ ઉપધાન કર્યા સિવાય નવકારમંત્ર વગેરેનું ભણવું ગણવું કલ્પે નહીં આ અંગે મહાનિશીથ સૂત્રમાં પાઠ છે.
૪૩૬ પ્રશ્ન નારકીઓ પૂર્વભવમાં કરેલા દુષ્કૃત્યો જાતિસ્મરણ જ્ઞાનથી જાણે કે અવધિજ્ઞાનથી જાણે ?
ઉત્તર
ઉત્તર
અનેક પ્રકારના પાપો કરીને જીવો નારકમાં જાય છે તેઓ ભવ નિમિત્તે થયેલ જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વભવમાં કરેલ પાપો પોતાની મેળે જાણે છે. અવધિજ્ઞાનથી કાંઈ જાણતા નથી કેમ કે અવધિજ્ઞાન તેઓને ઉત્કૃષ્ટથી એક યોજનનું હોય છે એમ ભવભાવના સૂત્રની ટીકામાં કહ્યું છે.
૪૩૭ પ્રશ્ન જિનાલયમાં ક્ષેત્રપાલની પ્રતિમાને માનવામાં પૂજવામાં અને સિંદુર ચઢાવવામાં સમકિતને દૂષણ લાગે કે નહીં? ક્ષેત્રની રક્ષા કરનાર હોવાથી ક્ષેત્રપાલની મૂર્તિને સિંદુર - તેલ ચઢાવવામાં દૂષણ લાગતું નથી પરંતુ માનતા કરવાથી
Jain Education International 2010_03
૨૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org