SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ પ્રશ્ર શનિ વગેરે ગ્રહોની રાશિ પરિવર્તનનો આ દિવસ છે એમ જાણીને જેઓ જિનેશ્વરની પૂજા આયંબિલ વગેરે કરે તેઓનું સમકિત મલિન થાય? ઉત્તર શનિ વગેરે ગ્રહોની રાશિ ફરે તે દિવસે વિશેષ તપ, પૂજા વગેરે કરે તેઓનું સમકિત મલિન થાય તેમ જાણેલ નથી. ૪૪૩ પ્રશ્ન પ્રતિષ્ઠામાં પ્રતિમાના નેત્ર ખોલવાનાં અંજનમાં મધ નંખાય કે નહીં? ઉત્તર હાલમાં પ્રતિમાના અંજનમાં મધુ શબ્દ કેરી સાકર કહેવાય છે માટે તે જ નંખાય છે. ૪૪૪ પ્રશ્ર સક્ઝાય સંદિસાહુ ઉપધિ સંદિસાહુ ઈત્યાદિક આદેશમાં સંદિસાહુ શબ્દનો શો અર્થ છે? ઉત્તર સન્દશયામિ - માર્ગયામિ સંદેશાવું એટલે સક્ઝાય કરવાનો ઉપધિ પડિલેહણ કરવાનો આદેશ માંગુ છું. ૪૪૫ પ્રશ્ન દેવો પોતાના મૂળ શરીરે કોઈ વખત અહીં આવે કે નહીં? ઉત્તર સંગમ દેવની હકીકત વગેરે અનુસાર કોઈ વખત દેવો મૂળ શરીર અંહી આવે છે એમ જણાય છે. ૪૪૬ પ્રશ્ન નિંદ્રા સમયે મુખમાંથી પાનનું બીડું કાઢી નાંખવું અને કપાળથી તિલક ભૂંસી નાંખવું અને ડોકમાંથી કુલની માળા કાઢી નાંખવી અને પર્યકથી સ્ત્રીનો ત્યાગ કરવો તેમ કરવાના કારણે શા છે? ઉત્તર તાંબુલનો ત્યાગ ન કરે તો મુખ દુર્ગધી થઈ જાય, તિલકનો ત્યાગ ન કરે તો આયુષ્યની હાનિ થાય, કુલ માળાનોત્યાગ ન કરે તો સર્પનો ભય થાય અને સ્ત્રીનો ત્યાગ ન કરે તો બળની હાનિ થાય આ ચાર કારણો છે. ૨૧૭ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy