SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ જો લાગે તો તેની આલોચના પ્રતિક્રમણમાં કરવી. (પા.૯૪). ૪૦૫ પ્રશ્ર વર્તમાનકાળમાં કરાતી સ્નાત્રાદિવિધિ કોણે કરી અને કયા ગ્રંથોમાં વિદ્યમાન છે? ઉત્તર વર્તમાનકાળમાં કરાતી નાત્રાદિવિધિ કેટલાક પરંપરાથી અને કેટલાક શ્રાદ્ધવિધિમાં વિદ્યમાન છે. (પા. ૯૫) ૨. સેન પ્રશ્ન શ્રી તપાગચ્છાધિપતિ ભટ્ટારક શ્રીમાનું વિજયસેનસૂરીશ્વરજી મહારાજને કેટલાક સાધુ ભગવંતો અને શ્રાવકોએ વિવિધ પ્રશ્નો પૂછુયા હતા તેના ઉત્તરો આગમાનુસાર અને પૂર્વાચાર્યો વિરચિત ગ્રંથોને આધારે આવ્યા હતા. તેનો ઉદ્દેશ એ હતો કે ભવ્ય પ્રાણીઓ જિનશાસનમાં દૃઢ શ્રદ્ધાપૂર્વક, સ્થિરતાપૂર્વક મોક્ષમાર્ગની આરાધના કરી શકે. સેન પ્રશ્ન ગ્રંથમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણ કરણાનુયોગ અને કથાનુયોગને લગતા પ્રશ્નોનો સમાવેશ થયો છે. આ ગ્રંથના સંગ્રાહક શ્રી શુભ વિજયજી ગણિવરે “ઉલ્લાસ' સંજ્ઞા આપીને ચાર વિભાગ દર્શાવ્યા છે. પ્રથમ ઉલ્લાસમાં ૧૩૬ પ્રશ્નોત્તર છે, પ્રશ્નકારો ૯ છે. બીજા ઉલ્લાસમાં ૨૧૩ પ્રશ્નો અને ૧૭ પ્રકારો છે. ત્રીજામાં ૪૯૭ પ્રશ્નો અને ૪૫ પ્રશ્રકારો છે અને ચોથામાં ૧૭૧ પ્રશ્નો અને ૨૮ પ્રશ્નકારો છે. કુલ પ્રશ્નોની સંખ્યા ૧૦૧૭ અને પ્રશ્રકારોની સંખ્યા ૯૯ છે. આ ગ્રંથના પ્રશ્રકારો વિદ્વાનો છે અને ઉત્તરદાતા પણ જિનાગમના જ્ઞાતા અસાધારણ પ્રતિભાશાળી આચાર્ય ભગવંત છે. આ પ્રશ્નોત્તર ગ્રંથ જૈનધર્મમાં આધારભૂત ગ્રંથ તરીકે માન્ય થઈને વધુ પ્રચાર પામ્યો છે. આ ગ્રંથની પ્રસ્તાવના પંડિત પ્રભુદાસ બહેચરદાસ પારેખના કેટલાક | વિચારો જાણવા યોગ્ય હોઈ તેની નોંધ કરવામાં આવી છે. મુસલમાન ૨૦) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy