SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૫ પ્રશ્ન લોકાન્તિક દેવો એકાવનારી હોય છે કે અષ્ટાવતારી? ઉત્તર અષ્ટાવતારી જાણવામાં છે. ૩૯૬ પ્રશ્ન પરમાધામીઓ ભવ્ય જ હોય છે આ વાત સત્ય છે કે અસત્ય? ઉત્તર સત્ય જ છે એમ જાણવું કારણ કે બંને પ્રકારે તેમાં અવિરોધપણું છે. જો અભાવ હોય તો તે પરમાધીઓ અન્ય જન્મમાં કરેલા પાપોને કહીને જીવોને દુઃખી કરે છે તે વાત ઘટે નહિ તથા તેઓ સ્વર્ગની ઈચ્છાથી જ તપસ્યા કરે છે એમ આગમમાં સાંભળીએ છીએ તે વાત પણ ઘટે નહિં. (પા. ૭૨) (દેવ વિજય ગણી). ૩૯૭ પ્રશ્ન સાંપ્રતકાળમાં જેટલા ઈન્દ્રો છે તે બધા એકાવતારી કે નહિ? ઉત્તર કેટલાક એકાવતારી છે, બધા નહીં. (પા. ૮૦) (કીર્તિહર્ષ ગણી) ૩૯૮ પ્રશ્ન પંડિતાદિ પદસ્થોની આગળ દેવવંદન કરવું કહ્યું કે નહીં? ઉત્તર પ્રતિમા અથવા સ્થાપનાચાર્યની આગળદેવવંદન કરવું કહ્યું, અન્યથા નહી. (પા.૮૨) (સૂરવિજય ગણી) ૩૯૯ પ્રશ્ર શ્રી મહાવીર સ્વામીનું ૭૨ વર્ષનું આયુષ્ય કહ્યું છે તેઓનો જન્મ ચૈત્ર સુદ ૧૩ને દિવસે અને નિર્વાણ કાર્તિક વદ અમાવસ્યાને દિવસે તો ૭૨ વર્ષ કેવી રીતે સંગત થશે? ઉત્તર અષાઢ સુદિ છઠ્ઠ લક્ષણ ગાઁત્પતિના દિવસથી આરંભ કરીને ગણવાથી ૭૦ વર્ષ પૂરા થઈ જશે. થોડા ન્યુનાધિક માસાદિ થાય તે પણ તે જ વર્ષમાં ગણાય છે એવી વિવલા હોવાથી નિર્ણય તો વ્યક્ત ગ્રંથાક્ષર દેખ્યા વિના કેવી રીતે કરાય. (પા. ૭૭) (વિલર્ષિ ગણી) (૨૦૬) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy