________________
જણાય છે વળી સામાયિક ઉચ્ચરવું તે જ વિરતિરૂપ છે અને
ભાવના વિશુદ્ધિ છે. (પા. ૫૧)(જગમાલ ગણી) ૩૯૧ પ્રશ્ન જીનાલયમાં ઈર્યાવહી પડિક્કમવા પૂર્વકજ ચૈત્યવંદન કરવું
કે અન્યથા થઈ શકે? ઉત્તર ઈર્યાવહી પડિક્કમવા પૂર્વકજ જીનાલયમાં ચૈત્યવંદન કરવું
એવો એકાન્ત નથી એમ જણાય છે. (પા. પ૨) ૩૯૨ પ્રશ્ન નવકારશી પચ્ચક્ખાણ રાત્રિ પચ્ચકખાણમાં ગણાય કે જુદું?
અને એ પચ્ચખાણ કરીને એક પહોર પર્યન્ત શ્રાવક રહેતો
તેને પોરસીનો લાભ મળે કે બે ઘડીનો જ? ઉત્તર નવકારશી પચ્ચકખાણ રાત્રિમાં ગણાતું નથી પરંતુ દિવસમાં
જ ગણાય છે અને તે પચ્ચકખાણ કરીને પોરસી પર્યન્ત અનુપયોગે રહે તો તેને પોરસીનો લાભ મળતો નથી ઉપયોગપૂર્વક રહે તો લાભ મળે. (પા. પ૩)(આણંદસાગર
ગણી). ૩૯૩ પ્રશ્ર પર્યુષણમાં જ્યારે ચૌદશને દિવસે કલ્પસૂત્ર વાંચવું શરૂ કરવામાં
આવે તો અથવા અમાસ વગેરેની વૃદ્ધિ થઈ હોય તો અમાસ અથવા પડવાને દિવસે સૂત્ર વાંચવામાં આવે તો છઠ્ઠ તપ
કોણ દિવસે કરવો? ઉત્તર એવે વખતે છઠ્ઠ તપ કરવાના દિવસનો નિર્ણય નથી માટે
યથારૂચિ તપ કરવો. દિવસની આગ્રહનું કોઈ કારણ નથી.
(પા. ૫૯) ૩૯૪પ્રશ્ન ગુરૂદ્રવ્ય શા કામમાં ઉપયોગી થાય? ઉત્તર આ અંગપૂજારૂપ દ્રવ્ય તે જ વખતે શ્રી સંઘે જીર્ણોદ્ધારમાં વાપરવાનું છે. (પા. ૬૦) (નગર્ષિ ગણી)
(૨૦૫)
૩૯૪પ્રશ્ન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org