________________
વિભાગ - ૩
૧. હીર પ્રશ્નાવલી જગદ્ગુરૂ અને અકબર બાદશાહને પ્રતિબોધ કરનાર જિનશાસન પ્રભાવક ગુરૂવર્ય શ્રી હીરવિજયસૂરિએ હીર પ્રશ્નાવલીની રચના કરી છે.
ગ્રંથના આરંભમાં દેવગુરૂની સ્તુતિ કર્યા પછી આ ગ્રંથનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે જ્ઞાની મહાત્માઓના સમૂહે કરેલા જે પ્રશ્નો અને શ્રીમાન્ હીરવિજયસૂરીશ્વરે આપેલા ઉત્તરો ઉત્તમ બોધને માટે લખીએ છીએ.
કેટલાક ગુરૂભગવંતોએ પૂછેલા પ્રશ્નોનો પૂ. હીરસૂરીશ્વરજીએ ઉત્તર આપેલા છે તેમાંના કેટલાક પ્રશ્નોની સૂચી અત્રે આપવામાં આવી છે. આ પ્રશ્નાવલી આચાર-આવશ્યક ક્રિયા અને જૈન દર્શન અંગેની માહિતી મેળવવામાં ઉપયોગી છે. પ્રશ્નકર્તા મહાત્માઓ જુદાજુદા હોવાથી પ્રશ્નોને અંતે પ્રશ્રકારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૩૭૦ પ્રશ્ન કોઈ જ્ઞાન દર્શન ચારિત્ર તપસ્યા વગેરે શુભકાર્યો કરવાવાળાની
ભક્તિ કરે છે અને અન્ય તે થકી વિપરીત કરે છે તો તે
બંનેની સમાનતા છે કે કોઈ વિશેષ? ઉત્તર ઉપર કહ્યા પ્રમાણે જ જ્ઞાનાદિ શુભકાર્યોને કરવાવાળો જે
હોય તેની ભક્તિ કરનારને શુભ ફળ પ્રાપ્ત થાય છે, અન્યને
અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. (પા. ૪) (વિમલહર્ષ ગણી) ૩૭૧ પ્રશ્ર શ્રાવકની પ્રથમ સમ્યકત્વ પડિયામાં અન્ય દર્શની બ્રાહ્મણાદિ
ભિક્ષુકોને અન્નાદિ દાન દેવું કહ્યું કે નહીં? ઉત્તર અનુકંપાદિ વડે કરીને શ્રાવકની પહેલી પડિયામાં બ્રાહ્મણાદિ
અન્ય દર્શનીઓને અન્ન આદિ દેવું કહ્યું પરંતુ ગુરૂબુદ્ધિ વડે કરીને નહીં. (પા. ૧૦)(કલ્યાણવિજયજી ગણી)
૨૦૦ )
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org