SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય છે. ૩૧૦ પ્રશ્ન ઈર્યાસમિતિ કોને કહેવાય? ઉત્તર આગળ યુગ માત્ર (૩ાા હાથ) ભૂમિને દૃષ્ટિથી જોતાં અને બીજ, લીલોતરી, પાણી તથા ત્રસજીવ વગેરેથી સજીવભૂમિને વર્જતા માર્ગમાં ચાલવું તે ઈર્યાસમિતિ કહેવાય છે. ૩૧૧ પ્રશ્ર ભાષાસમિતિ કોને કહેવાય? ઉત્તર જે વચન સત્ય હોય અને કહેવા યોગ્ય હોય, વળી જે સત્ય અસત્યથી મિશ્રિત ન હોય અને જે બુદ્ધિ વડે વિચારેલું હોય, મધુર હોય, અલ્પ હોય, કાર્ય પ્રસંગવાળું હોય, ગર્વ રહિત હોય, તુકારાદિ તુચ્છનાર રહિત હોય, સ્વપરને હિતકારી હોય, મર્મવાળું ન હોય, ઈત્યાદિ મોક્ષમાર્ગને અનુકૂળ વચન બોલવું તે ભાષાસમિતિ કહેવાય. ૩૧૨ પ્રશ્ન એષણાસમિતિ કોને કહેવાય? ઉત્તર સિદ્ધાંતમાં કહેલી વિધિ પ્રમાણે બેતાલીસ દૂષણ રહિત આહાર-પાણી અંગીકાર કરવા તે એષણાસમિતિ કહેવાય. ૩૧૩ પ્રશ્ન આદાન ભંડમત નિક્ષેપણા સમિતિ કોને કહેવાય? ઉત્તર પ્રથમ ભૂમિને ચક્ષુ વડે જોઈ પ્રમાર્જીને વસ્ત્ર પાત્રાદિકને પણ જોઈ પ્રમાર્જીને ભૂમિ પર મૂકવા અને લેવાં તે આદાનભંડમત નિક્ષેપણા સમિતિ કહેવાય છે. ૩૧૪ પ્રશ્ન પારિષ્ઠા પનિકા સમિતિ કોને કહેવાય? ઉત્તર પ્રથમ ભૂમિને ચક્ષુવડે જોઈ પ્રમાર્જીને વડીનીતી, લઘુનીતી, ગ્લેમ્સ, થુંક ઈત્યાદિ દેહ નિર્ગત અશુચિ પદાર્થ તેમજ કોઈક વખતે વધેલા આહાર-પાણી ઈત્યાદિ પરઠવે તે પારિષ્ઠા પનિકા સમિતિ કહેવાય ૧૮૬) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy