SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર સુપાત્રને મુખ્યત્વે ધર્મની બુદ્ધિ વડે અન્નાદિક આપવાથી અશુભ કર્મોની મહાનિર્જરાપૂર્વક મહાપુણ્ય ઉપાર્જન થાય છે. ર૯૬ પ્રશ્ન કર્મો કેટલા પ્રકારનાં છે? ક્યાં ક્યાં? ઉત્તર કર્મો બે પ્રકારે છે. (૧) ઘાતી કર્મ, (૨) અઘાતી કર્મ. ૨૯૭ પ્રશ્ન ઘાતી કર્મો કેટલા પ્રકારનાં હોય છે? કયાં કયાં? ઉત્તર ઘાતી કર્મો ચાર પ્રકારનાં હોય છે. (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) મોહનીય અને (૪) અંતરાય. ૨૯૮ પ્રશ્ન અઘાતી કર્મો કેટલા પ્રકારનાં હોય છે? કયાં કયાં? ઉત્તર અઘાતી કર્મો ચાર પ્રકારનાં છે. (૧) વેદનીય, (૨) આયુષ્ય, (૩) નામ અને (૪) ગોત્ર કર્મ છે. ૨૯૯ પ્રશ્ન ઘાતી અઘાતી કર્મો કોને કહેવાય? ઉત્તર જે આત્મગુણનો ઘાત કરનાર હોય તે ઘાતી કર્મ કહેવાય. તેનાથી વિપરીત સ્વભાવવાળા કર્મો તે અઘાતી કર્મ કહેવાય ૩૦૦ પ્રશ્ન પાપ એટલે શું? ઉત્તર પાપ એટલે અશુભકર્મ. તે અશુભ કર્મના ઉદયથી મળેલું ફળ એ બંનેને પાપ કહેવાય છે. ૩૦૧ પ્રશ્ન જીવ સમયે સમયે શું ઉપાર્જન કરે છે? ઉત્તર જીવ સમયે સમયે પુણ્ય-પાપ એટલે શુભકર્મ તથા અશુભકર્મ ઉપાર્જન કરે છે. ૩૦૨ પ્રશ્ન પ્રશસ્ત ભાવ એટલે શું? ઉત્તર શ્રી સર્વજ્ઞની આજ્ઞા પ્રમાણે દેવ, ગુરૂ અને ધર્મ ઉપર રાગ (૧૮) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy