________________
૨૫૫ પ્રશ્ન
ઉત્તર
૨૫૬ પ્રશ્ન ઉત્તર
ઉદીકરણા કરવીએ ચારિત્ર મોહનીય કર્મ બાંધવાના સામાન્ય આશ્રવો રહેલા છે.
નરકાયુષ્ય બાંધવાના આશ્રવો કયા કયા છે ? પંચેન્દ્રિય પ્રાણીઓનો વધ કરવો, મહારંભ તથા મહાપરિગ્રહ ક૨વામાં તત્પરતા રાખવી, માંસ-ભોજન સદા સ્થિર વૈરબુદ્ધિ રાખવી, રૌદ્ર ધ્યાન રાખવું, અનંતાનુબંધી કષાય રાખવા, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યાના ધ્યાનમાં રહેવું, અસત્યભાષણ પરદ્રવ્યનું હરણ કરવું, વારંવાર મૈથુનનું સેવન ક૨વું અને ઈન્દ્રિયોને સંયમમાં ન રાખવી વગેરે નરકાયુષ્ય બાંધવાનાં કારણો કહેલાં છે.
અંતરાય કર્મ બાંધવાના આશ્રવો કયા કયા કહેલા છે? જિનપૂજા કરવામાં અંતરાય કરનાર સાવદ્યદોષથી યુક્ત હોય છે માટે પૂજા કરવી એ અવિધિ છે એમ કુદેશનાથી જીવોને ભગવાનના તત્વોથી દૂર કરી નિષેધ કરનાર હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ પરિગ્રહ રાત્રિભોજન વગેરે પાપોમાં તત્પર હોય, ઉપલક્ષથી મોક્ષમાર્ગને દૂષિત ક૨ના૨ જ્ઞાન-દર્શનચારિત્રમાં જીવોને અંતરાય કરનાર અથવા સાધુઓને ભોજન પાણી ઉપાશ્રય, ઉપકરણ, ઔષધ વગેરે આપનારને રોકે, મંત્રાદિ પ્રયોગ વડે બીજાના વીર્યનું હરણ કરે, હઠયોગથી વધબંધન વગેરેથી ચેષ્ટા વિનાનો કરે છેદન ભેદન વડે કરીને બીજાની ઈન્દ્રિયની શક્તિઓનો છેદ કરે ઈત્યાદિ કારણો વડે કરીને જીવો પાંચેય પ્રકારનાં અંતરાય કર્મોને ઉપાર્જન કરે છે.
Jain Education International 2010_03
૧૭૮
For Private & Personal Use Only
www.jainelibrary.org