________________
સામો લાવેલો આહાર કેમ મૂકાય? ઉત્તર આધાકર્મી વગેરે આહાર તે લેવા સંબંધી વિચાર તો દીક્ષા
ગ્રહણ પછીનો છે અને નૈવેદ્યાદિ દ્રવ્યપૂજા તે પહેલાની અવસ્થાનો વિષય છે એ ખુલાસો ઉપર થઈ ગયો છે જેમાં સાધુ થનાર પુરૂષને ઘેર ઘેર જમાડવામાં આવે છે પણ સાધુ થયા પછી નહીં. અર્થાત્ નૈવેદ્યાદિ પૂજા દ્રવ્ય નિક્ષેપ અંગે છે. ભાવ નિક્ષેપો અંગે નહિ. જેમ ઈન્દ્ર મહારાજા તથા અન્ય દેવો ભગવાનના જન્મ મહોત્સવ વેળા અનેક ઉત્તમ દ્રવ્યોથી પ્રભુનું અર્ચન કરે છે તથા પાછળથી પણ દેવતાઓ વારંવાર આવી ભક્તિ કરે છે તેમ પ્રભુ છદ્માવસ્થાને કારણએ ઉપર્યુક્ત
ભક્તિનું વિધાન છે તથા તેમાં દોષારોપણ કરવું વ્યર્થ છે. ૧૭૨ પ્રશ્ન દ્રવ્ય પૂજાને સાધુ કરે નહિ તેનો ઉપદેશ આપી બીજા પાસે
કરાવવાથી શો ફાયદો? પંચ મહાવ્રત ધારિણી સાધ્વીને સાધુ નમસ્કાર ન કરે, વૈયાવચ્ચ ન કરે પણ શ્રાવકો પાસે ઉપદેશ આપી આહાર અપાવે, વંદના કરાવે. બીજી સાધ્વીને કહી વૈયાવચ્ચ કરાવે તથા કરવાને ભલા જાણે. વળી સાધુ પોતાના દીક્ષિત શિષ્યને વાંદે નહિ પણ બીજા પાસે વંદાવે. અન્ય રીતે જોઈએ તો ગરીબોને દાન દેવું, સ્વધર્મી વાત્સલ્ય કરવું, તપસ્વીઓને પારણાં કરાવવાં, મુનિરાજોને ખપતી વસ્તુઓ પૂરી પાડવી વગેરે ધર્મનાં ઘણાં કાર્યો છે. છતાં સાધુનો આચાર ન હોવાથી તેઓ ન કરે પણ શ્રાવકોને તે કરવાનો ઉપદેશ આપે તથા તેની અનુમોદના કરે એ ન્યાયે સાધુ સર્વથા દ્રવ્યના ત્યાગી અને નિરારંભી હોવાને લીધે દ્રવ્યપૂજા ન કરે પણ ઉપદેશ
ઉત્તર
(૧૫૬)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org