________________
જ નિરન્વય પરિણામોનો પ્રવાહ કહેવાય છે. ૧૫૫ પ્રશ્ન ઉપયોગ એટલે શું? ઉત્તર બોધરૂપ વ્યાપાર એટલે ઉપયોગ. ૧૫૬ પ્રશ્ન મન કોને કહે છે? ઉત્તર જેનાથી વિચાર કરી શકાય એવી આત્માની શક્તિને મન
કહે છે. અને એ શક્તિ વડે વિચાર કરવામાં સહાય થનાર એક પ્રકારનો સૂક્ષ્મ પરમાણુઓ પણ મન કહેવાય છે. પહેલું
ભાવમન અને બીજું દ્રવ્યમન કહેવાય છે. ૧૫૭ પ્રશ્ન લબ્ધિ એટલે શું? ઉત્તર મતિજ્ઞાનાવરણીય કર્મ આદિ તનોક્ષયોપશમ જે એક પ્રકારનું
આત્મિક પરિણામ છે તે લબ્ધિ કહેવાય છે. ૧૫૮ પ્રશ્ન વિશિષ્ટ વૃત્તિ એટલે શું? ઉત્તર વિશિષ્ટ વૃત્તિ એટલે ગુણદોષની વિચારણા જેનાથી હિતની
પ્રાપ્તિ અને અહિતનો પરિહાર થઈ શકે છે. ૧૫૯ પ્રશ્ન જૈન દૃષ્ટિએ જગત કેવું છે? ઉત્તર જૈન દૃષ્ટિ પ્રમાણે જગત માત્ર પર્યાય એટલે કે પરિવર્તન
રૂપ જ નથી કિંતુ પરિવર્તન શીલ હોવા છતાં યે તે અનાદિ નિધન છે. આ જગતમાં જૈનમત પ્રમાણે મૂળ દ્રવ્ય પાંચ છે (૧) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય,
પુદ્ગલાસ્તિકાય, કાળ અને જીવ એમ પાંચ દ્રવ્યો છે. ૧૬૦ પ્રશ્ન આયુષ્યના કેટલા પ્રકાર છે અને તે કયા કયા અને તેનો અર્થ
સમજાવો?
૧૪૭)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org