________________
ઉત્તર
દીપિકા છે તદુપરાંત ગુણ સ્થાનક, પ્રશ્નોત્તર સાર્વશતક કર્મગ્રંથ પ્રશ્નોત્તર, તિથિ ચર્ચા, પ્રતિમા પૂજન વગેરે ગ્રંથો એક જ વિષયને કેન્દ્રમાં રાખીને રચાયા છે. ૧૫ર પ્રશ્ન આત્માના સ્વરૂપની બાબતમાં જૈન દર્શનનો અન્ય દર્શનોના
સંબંધમાં મતભેદ છે તે બતાવો? સંખ્ય અને વેદાંત દર્શન આત્માને કૂટનિત્યમાની એમાં કોઈજાતનું પરિણામ માનતા નથી. જ્ઞાન, સુખાદિ પરિણામોને તેઓ પ્રકૃતિના જ માને છે. વૈશેષિક અને નૈયાયિક દર્શન, જ્ઞાન આદિને આત્માના ગુણ માને છે ખરા પણ તેઓ આત્માને એકાંત નિત્ય અપરિણામી માને છે. નવીન મીમાંસા કોનો મત વૈશેષિક તૈયાયિક જેવો છે. બૌદ્ધ દર્શન પ્રમાણે આત્મા એકાંત ક્ષણિક નિરન્વય પરિણામોનો પ્રવાહ માત્ર છે. જૈન દર્શનનું કહેવું છે કે પ્રાકૃતિક જડ પદાર્થોમાં ફૂટસ્થ નિત્યતા નથી. તેમજ એકાંત ક્ષણિકતા પણ નથી કિન્તુ પરિણામી નિત્ય છે એથી જ જ્ઞાન, સુખ, દુઃખ આદિ
પર્યાયોએ આદિ આત્માના જ સમજવા જોઈએ. ૧૫૩ પ્રશ્ન કૂટસ્થ નિત્ય એટલે શું? ઉત્તર ગમે તેટલા હથોડાના ઘા પડે છતાં જેમ એરણ સ્થિર રહે છે
તેમ દેશકાળ આદિના વિવિધ ફેરફારો થવા છતાં જેમાં જરાયે
ફેરફાર નથી થતો એ ફૂટસ્થ નિત્ય માનવું. ૧૫૪ પ્રશ્ન નિરન્વય પરિણામોનો પ્રવાહ એટલે શું? ઉત્તર ભિન્ન ભિન્ન ક્ષણોમાં સુખરૂપ ઓછું વતું ભિન્ન વિષયનું જ્ઞાન
આદિ જે પરિણામો અનુભવાય છે તે પરિણામો માત્ર માનવા અને તે બધા વચ્ચે અખંડ સૂત્રરૂપ કોઈ સ્થિર તત્વ ન હોવું તે
૧૪૬)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org