________________
૧૪૪ પ્રશ્ર શૈલેશી અવસ્થા એટલે શું? ઉત્તર શૈલેશી અવસ્થા એટલે આત્માની એક એવી અવસ્થા છે જેમાં
ધ્યાનની પરાકાષ્ઠા અંતિમ પરિસ્થિતિના કારણથી મેરૂ સરખી
નિષ્કપતા આવે તેને શૈલેશી કહે છે. ૧૪૫ પ્રશ્ન યોગ એટલે શું? ઉત્તર યોગ એટલે માનસિક, વાચિક અને કાયિક ક્રિયા. ૧૪૬ પ્રશ્ર અપૂર્વકરણ એટલે શું? ઉત્તર સંસારના તરેહતરેહના દુઃખોનો અનુભવ કરતાં કરતાં યોગ્ય
આત્મામાં કોઈવાર એવી પરિણામ શુદ્ધિ થઈ જાય છે જે એ આત્માને ક્ષણ માટે અપૂર્વ છે એ પરિણામ શુદ્ધિને અપૂર્વકરણ
કહે છે. ૧૪૭ પ્રશ્ન નિક્ષેપ અને ન્યાસ એટલે શું? ઉત્તર એક જ શબ્દ પ્રયોજન અથવા પ્રસંગ પ્રમાણે અનેક અર્થમાં
વપરાય છે. દરેક શબ્દના ઓછામાં ઓછા ચાર અર્થ જોવામાં આવે છે. એ જ ચાર અર્થ એ શબ્દના સર્વ સામાન્ય ચાર
વિભાગ છે અને એ વિભાગને નિક્ષેપ અથવા ન્યાસ કહે છે. ૧૪૮ પ્રશ્ન નિક્ષેપ જાણવાથી શું ફાયદો છે? ઉત્તર તેથી તાત્પર્ય સમજવામાં ફાયદો થાય છે. એનાથી એટલું
પૃથ્થકરણ થઈ જશે કે મોક્ષમાર્ગરૂપ સમ્યકદર્શનાદિ અર્થ અને તત્વરૂપે જીવા જીવાદિ અર્થ અમુક પ્રકારનો લેવો જોઈએ,
બીજા પ્રકારનો નહીં. ૧૪૯ પ્રશ્ન નય અને પ્રમાણને તફાવત સમજાવો? ઉત્તર નય અને પ્રમાણ બંને જ્ઞાન છે પરંતુ તેમાં તફાવત એ છે કે
( ૧૪૩.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org