SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્થ પુરૂષાર્થ કરવામાં આવ્યો છે. ૧૪૧ પ્રશ્ન તત્ત્વાર્થ એટલે શું? ઉત્તર તત્ત્વાર્થ એટલે તત્ત્વભૂત પદાર્થ. તત્ત્વાર્થ શબ્દ તત્ત્વ અને અર્થ એ બે શબ્દો મળીને બનેલો છે. તેમાં તત્ત્વ એટલે અનાદિ અનંતભાવ, સ્વતંત્ર ભાવ અને અર્થ એટલે દ્રવ્ય અર્થાત્ જે અનાદિ અનંત જડ અને ચેતન સ્વરૂપ ષદ્ભવ્યો તે તત્ત્વાર્થ છે. તત્ત્વાર્થ સૂત્રનો ઉદ્દેશ શું છે ? તેનો ઉદ્દેશ મોક્ષસુખ મેળવવાનો છે. પ્રાણીમાત્ર સૌ કોઈને સુખ ગમે છે. તેમાં સાચું સ્વાધીન સુખ કયું અને ખોટું કે પરાધીન સુખ કયું તેની ઘણાં થોડાને ખબર પડે છે. જેથી મોક્ષાર્થી એ તે પ્રશ્ન જાણવાની આવશ્યકતા છે. સુખના મુખ્ય બે પ્રકાર છે : (૧) બાહ્ય, (૨) અત્યંતર. ઈન્દ્રિયાદિ વિષયોને વિષે જે સુખનું ભાન થાય છે તે ક્ષણિક છે અને બાહ્ય સુખ છે સુખાભાસ છે અને તે પરાધીન સુખ છે કારણ કે તે વાસના કે ઈચ્છાને આધીન છે. જ્યારે અત્યંતર સુખ આત્મિક આનંદ ગણાય છે તે ધર્મથી ઉત્પન્ન થાય છે. તે સ્વાધીન અને શાશ્વત છે. અને તેનાથી મોક્ષસુખ પમાય છે માટે તે જ સાચું સુખ છે. સમ્યગ વર્ઝન, જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માર્ગ: । સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યકચારિત્ર એ ત્રણે મળી મોક્ષનું સાધન છે. મોક્ષનું સ્વરૂપ શું છે ? બંધના કારણોનો અભાવ તે મોક્ષ છે. તેથી આત્મવિકાસ પરિપૂર્ણ થાય છે ટૂંકમાં જ્ઞાન, વીતરાગ ભાવની પરાકાષ્ઠા એ જ મોક્ષ છે. ૧૪૨ પ્રશ્ન ઉત્તર ૧૪૩ પ્રશ્ન ઉત્તર Jain Education International 2010_03 ૪૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy