________________
૨. તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા તત્ત્વાર્થ સૂત્ર જિનવાણીનો સર્વોત્તમ ગ્રંથ છે. જેને દર્શનના સર્વ સંપ્રદાયો આ ગ્રંથને શ્રુતજ્ઞાનના ગહન રહસ્યભૂત ગ્રંથ તરીકે સ્વીકારે છે. જૈન દર્શનનો પ્રમાણભૂત અભ્યાસ કરવા માટે સૂત્ર શૈલીમાં રચાયેલો આ ગ્રંથ જ્ઞાનમાર્ગની સાધનામાં અનન્ય ઉપકારક છે.
કલ્પસૂત્રનો ગણધરવાદનો વિભાગ જેન તત્ત્વજ્ઞાનને સ્પર્શતા મહત્ત્વના પ્રશ્નો સાથે સંબંધ ધરાવે છે. ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને પ્રતિબોધ કર્યા ત્યારપછી ગૌતમસ્વામી ભગવંતને પ્રશ્ન પૂછે છે કે મય િતરં? હે ભગવંત! તત્ત્વ શું છે? પ્રભુ ઉત્તર આપે છે કે ૩૫ જોડવા, વિગડવા, ઘુવડેવા અર્થાત્ ઉત્પાદ, વ્યય અને ધ્રુવતારૂપ ત્રિપદીમય આ જગતમાં તત્વ છે. ગૌતમસ્વામી સુધર્માસ્વામી વગેરે ગણધરોને દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન થતાં તેઓએ દ્વાદશાંગીની રચના કરી. - તત્ત્વાર્થ સૂત્રમાં જ્ઞાન ક્રિયાના સમન્વયની સાથે તેમાં દ્રવ્યાનુયોગ ગણિતાનુયોગ અને ચરણકરણાનુયોગનો વિચારોનો સંચય થયો છે.
આ ગ્રંથમાં તત્ત્વાર્થ વિષયક પ્રશ્નોનો સમાવેશ થયો છે. સંપાદકશ્રીના શબ્દો છે કે : દુનિયાએ જ્યારે જડવાદની ગર્તા તરફ દોટ મૂકી છે તેવા સમયે ચૈતન્યવાદની લાલબત્તી કરતાં શ્રી સ્વાર્થ સૂત્ર જેવા પવિત્ર અને અમૂલ્ય ગ્રંથ ઉપરથી પ્રશ્નોત્તરી યુક્ત પ્રયાસ ઉગતી પ્રજા માટે ખૂબ જ ઉપયોગી નીવડે અને સમ્યક્ જ્ઞાનના પ્રચાર માટેનો સમ્યક પુરૂષાર્થ સફળ નીવડે એ જ શુભેચ્છા છે.
આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રથમ પાંચ અધ્યાયનો વિષયોને સ્પર્શતા પ્રશ્નોત્તરનો સંચય થયો છે પ્રશ્નોના જવાબમાં નય, પ્રમાણ, સપ્તભંગી વગેરેનો આશ્રય લઈને તત્ત્વાર્થના વિચારોનું ગૌરવ વધાર્યું છે. દ્રવ્યાનુયોગ અતિ કઠિન અને ગહન છે તેને પ્રશ્નોત્તર દ્વારા સરળ અને સુગ્રાહ્ય બનાવવાનો
(૧૪૧ )
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org