SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર શ્રી મહાવીર સ્વામીએ કહ્યું કે હે ગૌતમ! જે મનુષ્ય મધમાખીઓના મધપુડા પાડે છે, વનમાં દવ-આગ લગાડે છે, બળદ વગેરે પ્રાણીઓને આંકે છે, જે નાના બાગબગીચાના વૃક્ષોનો વિનાશ કરે છે, અકારણ વનસ્પતિનો નાશ કરે છે, પુષ્પાદિકને ચુંટે છે તે ભવાંતરમાં કોઢનો રોગી થાય છે. ૧૧૭ પ્રશ્ર શ્રી ગૌતમ સ્વામીજીએ પૂછયું કે હે કૃપા સાગર ભગવાનું! જીવ કયા કર્મથી દાસત્વ પામે છે? ઉત્તર શ્રી મહાવીર પ્રભુએ કહ્યું કે જે પુરૂષ જાતિના મદ વડે કરીને ઉન્મત મન છે જેનું એવો આત્મા તે પુરૂષ નીચ ગોત્ર કર્મ બાંધીને મરીને દાસપણાને પામે છે. વળી જે માણસ પશુ દાસપણું પામે છે. ૧૧૮ પ્રશ્ર શ્રી ગૌતમ સ્વામીજીએ પૂછ્યું હે ભગવાન! જીવ કયા કારણથી સુરૂપવાળો થાય છે? ઉત્તર શ્રી મહાવીર પરમાત્માએ કહ્યું, હે ગૌતમ! જે પુરૂષ છત્રના દંડની માફક સીધા-સરળ સ્વભાવવાળો હોય, વળી જેનું મન ધર્મકાર્યમાં લાગેલું હોય અને જે જીવ દેવ-ગુરૂ અને સંઘની ભક્તિ કરે તે જીવ સુંદર રૂપવાળો થાય છે. ૧૧૯ પ્રશ્ર શ્રી ગૌતમસ્વામીજીએ પૂછયું, હે ભગવાનું! જીવ કયા કારણથી સંસાર સમુદ્રથી તરીને મોક્ષનગરીમાં પહોંચે છે? ઉત્તર શ્રી મહાવીર સ્વામીએ જવાબ આપ્યો કે હે ગૌતમ! જે પુરૂષ નિર્મળ જ્ઞાન, દર્શન અને ચારિત્રવાળો હોય તે સંસાર સમુદ્રને તરીને થોડા જ વખતમાં મોક્ષે જાય છે. ૧૧૧) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy