________________
ઉત્તર શ્રી મહાવીર પરમાત્માએ કહ્યું કે જે પુરૂષ ગુરૂઓ, દેવનો
અને સાધુઓનો વિનય કરે, કડવાં વચન બોલે નહીં, આવા પ્રકારનો પુરૂષ સજ્જનોને પણ દર્શનીય હોય છે. તે
સોભાગ્યશાળી થાય છે અને સર્વલોકોમાં પ્રિય થાય છે. ૧૧૩ પ્રશ્ન ગણધર મહારાજ શ્રી ગોતમ સ્વામીજીએ પૂછ્યું, હે દયા
સમુદ્ર! કયા કર્મને લીધે મનુષ્ય જીવની ભણેલી વિદ્યા નિષ્ફળ
થાય છે? ઉત્તર શ્રી મહાવીર પ્રભુએ કહ્યું કે હે ગોતમ! જે પુરૂષ કપટયુક્ત
વિનય વડે ગુરૂની પાસેથી વિદ્યા વિજ્ઞાન ગ્રહણ કરે પછી ગુરૂની અવજ્ઞા કરે છે, ગુરૂનો અપલાપ કરે છે, ગુરૂના નામને
છુપાવે છે તેની વિદ્યા નિષ્ફળ થાય છે. ૧૧૪ પ્રશ્ર શ્રી ગૌતમસ્વામીજીએ પૂછ્યું કે, હે કૃપાના સાગર! કયા
કર્મથી મનુષ્યનું દ્રવ્ય ધન નાશ પામે છે? ઉત્તર શ્રી મહાવીર પરમાત્માએ કહ્યું કે હે ગૌતમ! જે પુરૂષ દાન
આપીને મનમાં વિચારે અરે! આ દાન મેં શા માટે આપ્યું, એમ પશ્ચાતાપ કરે તેના ઘરમાંથી નિશ્ચય કરીને લક્ષ્મી થોડા
જ વખતમાં પાછી ચાલી જાય છે. ૧૧૫ પ્રશ્ર શ્રી ગૌતમ સ્વામીજી ગણધર મહારાજે પૂછયું, હે કરૂણાસાગર
ભગવાન! જીવ કયા કારણથી બહેરો થાય છે? શ્રી મહાવીર પ્રભુએ કહ્યું કે જે માણસે કાંઈ સાંભળ્યું ન હોય તે છતાં તે કહે કે મેં અમુક વાત સાંભળી છે અને ગપ્પા મારે
છે તે માણસ પરભવમાં બહેરો થાય છે. ૧૧૬ પ્રશ્ર શ્રી ગૌતમ સ્વામીજીએ પૂછ્યું, હે દયાનિધિ ભગવાનું! જીવ
કયા કર્મથી રોગી થાય છે?
ઉત્તર
(૧૧)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org