SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પતાકાઓથી શોભે છે. તેથી તે શ્રેષ્ઠનગર રમણીય છે. તે શ્રેષ્ઠ દ્વારા આઠ યોજન ઉચા છે અને તેની ઉપરના ભાગ લાલ કળશોથી સજાવેલા છે. ઉપર સોનાના ઘંટ બાંધેલા છે. આ ભવનોમાં ભવનપતિ દેવ શ્રેષ્ઠ તરુણીના ગીત અને વાદ્યોના અવાજને કારણે નિત્ય સુખમુક્ત અને પ્રમુદિત રહી પસાર થતા સમયને જાણતા નથી.. હવે યથાક્રમે વાણવ્યંતરના ભવનોની સ્થિતિ સાંભળો. પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંમર, લિંપુરૂષ, મહોરમ અને ગંધર્વ એ વાણવ્યંતર દેવોના આઠ પ્રકાર છે. આ વાણવ્યંતર દેવ મેં સંક્ષેપથી કહ્યા. હવે એક-એક કરીને સોળ ઈન્દ્રો અને તેની ઋદ્ધિને કહીશ. કાળ, મહાકાળ, સુરૂપ, પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ, કિનર, પિંપુરૂષ, સત્યરૂષ, મહાપુરૂષ, અતિકાય, મહાકાય, ગીતરતિ અને ગીતયશ આ વાણવ્યંતર ઈન્દ્ર છે અને વાણવ્યંતરોના ભેદમાં સન્નિહિત, સામાન, ધાતા, વિધાતા, ઋષિ, ઋષિપાલ, ઈશ્વર, મહેશ્વર, સુવત્સ, વિશાલ, હાસ, હાસરતિ, શ્વેત, મહાશ્વેત, પતંગ, પતંગપતિ એ સોળ ઈન્દ્રો જાણવા. વ્યંતર દેવ ઉર્ધ્વ અઘો અને તિર્યકુ લોકમાં ઉત્પન્ન થાય છે અને નિવાસ કરે છે. તેના ભવનો રત્નપ્રભા પૃથ્વીના ઉપરના વિભાગમાં હોય છે. એક-એક યુગલમાં નિયમા અસંખ્યાત શ્રેષ્ઠભવન છે. તે વિસ્તારથી સંખ્યાત યોજનવાળા છે જેના વિવિધ ભેદ આ પ્રમાણે છે. તે ઉત્કૃષ્ટથી જંબુદ્વીપ સમાન, જઘન્યથી ભરતક્ષેત્ર સમાન અને મધ્યમથી વિદેહક્ષેત્ર સમાન (૧૦) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy