________________
ઉત્તર
કેટલા વિમાનો છે? કેટલા ભવન છે? કેટલા નગર છે? ત્યાંની પૃથ્વીની પહોળાઈ-ઉંચાઈ કેટલી છે? તે વિમાનોનો વર્ણ કેવો છે? આહારનો જઘન્ય-મધ્યમ કે ઉત્કૃષ્ટ કાળ કેટલો છે? શ્વાસોશ્વાસ, અવધિજ્ઞાન કેવા છે? વગેરે મને જણાવો. જેણે વિનય અને ઉપચાર દૂર કર્યા છે, હાસ્ય રસ સમાપ્ત કર્યો છે તેવી પ્રિયા દ્વારા પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં તેના પતિ કહે છે કે હે સુતનુ! તે સાંભળો. પ્રશ્નના ઉત્તરરૂપ શ્રુતજ્ઞાનરૂપી સાગરથી જે વાત ઉપલબ્ધ છે તેમાં ઈન્દ્રોની નામાવલીને સાંભળો અને વીર દ્વારા પ્રણામ કરાયેલ તે જ્ઞાનરૂપી રત્ન કે જે તારાગણની પંક્તિની જેમ શુદ્ધ છે તેને પ્રસન્ન ચિત્ત હૃદયથી તમે સાંભળો. હે વિકસીત નયનોવાળી સુંદરી! રત્નપ્રભા પૃથ્વીમાં રહેવાવાળા તેજોવેશ્યા સહિત વીસ ભવનપતિ દેવોના નામ મારી પાસેથી શ્રવણ કરો. અસુરોના ગાથા ભવનપતિ ઈન્દ્ર છે. અમરેન્દ્ર અને અસુરેન્દ્ર, નાગકુમારના બે ઈન્દ્ર છે ધરણેન્દ્ર અને ભૂતાનંદ સુપર્ણના બે ઈન્દ્રો છે વેણુદેવ અને વેણુદાલી. ઉદધિકુમારના બે ઈન્દ્રો છે જયકાંત અને જલપ્રભ. દિશાકુમારના બે ઈન્દ્ર છે અમિતગતિ અને અમિતવાહન. વાયુકુમારના બે ઈન્દ્ર છે વેલંબ અને પ્રભંજન. સ્વનિતકુમારના બે ઈન્દ્રો - ઘોષ અને મહાઘોષ, વિદ્યુતકુમારના બે ઈન્દ્રો - હરિકાંત અને હરિસ્સહ, અગ્નિકુમારના બે ઈન્દ્રો – અગ્નિશિખ અને અગ્નિમાનવ. હે વિકસિત યશ અને વિકસિય નયનોવાળી સુખપૂર્વક ભવનમાં બેસેલી (સુંદરી) મેં જે આ વીસ ઈન્દ્રો કહ્યા તેમનો ભવન પરિગ્રહ સાંભળ - તે ચમરેન્દ્ર વૈરોચન અને અસુરેન્દ્ર
૧૦૨ )
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org