________________
માંડીને મહાવીર સ્વામી સુધીના તીર્થકરોને વંદન કરી કોઈ સમયજ્ઞ શ્રાવક પ્રથમ પ્રાકૃષમાં વર્ધમાન (વીર)ના તરફ બહુમાન થવાથી વીરની ઉદાર સ્તુતિ કરે છે અને એની પત્ની હાથ જોડીને એ સાંભળે છે. આમ પહેલી ત્રણ ગાથાનો સાર છે. છઠ્ઠી ગાથામાં બત્રીસ ઈન્દ્રોનો નિર્દેશ આવે છે એ સાંભળતા પત્ની પતિને પ્રશ્ન પૂછે છે : આ બત્રીસ ઈન્દ્રો તે કયા? તેઓ
ક્યાં રહે છે? કોની કેટલી સ્થિતિ છે? કોને કેટલાં ભવન અને વિમાન છેને તેનું સ્વરૂપ શું છે? ઈન્દ્રોનું અવધિજ્ઞાન કેવું છે? (૭-૧૦) શ્રુતજ્ઞાનરૂપ સાગરમાંથી પ્રતિપૃચ્છા વડે મને જે શ્રુત મળ્યું છે તેના આધારે હું ઉત્તર આપું છું એમ પતિએ કહ્યું ૯૧૨) અને ઉપર્યુક્ત પ્રશ્નોના ઉત્તરો આપ્યા. એમાં લોકપાલ વગેરેની સંખ્યા (૪૩-૫), ઈન્દ્રોના બળ અને પરાક્રમનું સ્વરૂપ (પર-૬૫), જ્યોતિષ્કનો વિવિધ દૃષ્ટિએ વિચાર (૮૧-૧૬૧), નક્ષત્રોના ચંદ્ર સાથેના યોગના સમય (૧૦-૪), કલ્પોપન્ન અને કલ્પાતીત દેવોનો અધિકાર (૧૬૩-૧૯૮), દેવોનો પ્રવીચાર (૧૯૯-૨૦૨), ઈષ~ાભારાનું સ્વરૂપ અને સિંહોની અવગાહના (૨૭૩-૨૯૦) અને સિદ્ધોનું સુખ (૨૯૩-૩) એ વિષયો પણ સમજાવાયા છે. આ પ્રમાણે કોઈ શ્રાવકે કરેલા નિરૂપણને રજૂ કરતો આગમ વીરભદ્ર રચ્યો છે અને એ છાયા સહિત છપાયેલ છે.
દેવિંદOઓ – પSણાય જેમના ગુણો દ્વારા બત્રીસ દેવેન્દ્રો પુરી રીતે પરાજિત કરાયા છે તેથી તેમના કલ્યાણકારી ચરણોનું અમે ધ્યાન ધરીએ છીએ. ૧૦૩ પ્રશ્ર તે શ્રાવક પત્ની પોતાના પ્રિયને કહે છે કે આ રીતે અહીં જે
બત્રી દેવેન્દ્રો કહેવાયા છે. તે વિશે મારી જિજ્ઞાસા સંતોષવા વિશેષ વ્યાખ્યા કરો. તે બત્રીશ ઈન્દ્ર કેવા છે? ક્યાં રહે છે? કેની કેવી સ્થિતિ છે? ભવન-પરિગ્રહ કેટલો છે? કોના
૧૦૧
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org