SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્તરકુરૂની મનુષ્ય સ્ત્રિયો છે, તેઓ પરસ્પરમાં તુલ્ય છે. પરંતુ તે અંતરદ્વીપની સ્ત્રિયો કરતાં સંખ્યાતગણી વધારે છે. હરિવર્ષ અને રમ્યક વર્ષમાં આ બંને અકર્મભૂમિ ક્ષેત્રોની સ્ત્રિયો પરસ્પર સમાન છે. પરંતુ દેવકુફ અને ઉત્તરકુરૂની કરતાં મનુષ્ય સ્ત્રિયોની અપેક્ષાથી સંખ્યાતગણી વધારે છે. હેમવત અને એરણ્યવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિયો પરસ્પરમાં તુલ્ય છે. પરંતુ હરિવર્ષ અને રમ્યકવર્ષની સ્ત્રિયોની અપેક્ષાથી સંખ્યાતગણી વધારે છે. ભરતક્ષેત્ર અને એરવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિયો હેમવત અને એરણ્યવત ક્ષેત્રોની અપેક્ષાથી સંખ્યાત ગણી વધારે છે. પરંતુ પરસ્પરમાં તેઓ સરખી છે. પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ ક્ષેત્રોની મનુષ્ય સ્ત્રિયો પરસ્પરમાં સરખી છે. પરંતુ ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્રની મનુષ્ય સ્ત્રિયોની અપેક્ષાથી તેઓ સંખ્યાતગણી વધારે છે. ચોથા પ્રકારનું અલ્પ બહુપણું સઘળી દેવિયોમાં સૌથી ઓછી વૈમાનિક દેવની દેવિયો છે, તે કરતાં ભવનવાસિ દેવિયો અસંખ્યાતગણી વધારે છે. તે કરતા વાનવ્યંતર દેવિયો અસંખ્યાતગણી વધારે છે. તેનાથી જ્યોતિષ્ક દેવોની દેવીયોનું પ્રમાણ અસંખ્યાતગણું વધારે છે. પાંચમું અલ્પ બહુપણું સૌથી ઓછી અંતરદ્વીપરૂ૫ અકર્મભૂમિની મનુષ્યસ્ત્રિયો છે. દેવકુરૂ અને ઉત્તરકુરૂ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રિયો કરતાં સંખ્યાતગણી વધારે છે, પોતાની ક્ષેત્રની અપેક્ષા એ બંને સમાન છે તેનાથી હરિવર્ષ અને રમકવર્ષરૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. પોતાના ક્ષેત્રની અપેક્ષા એ બંને સમાન છે અને એરણ્યવતરૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો પરસ્પર બંને સમાન છે. પરંતુ (૯૧) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy