SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સંશય દૂર કર્યો છે, હવે બીજો પણ સંશય જે રજૂ થાય છે તેનો પણ આપ ખુલાસો કરો! હે ગૌતમ મુનિ! મહાસાગરના મહા-જલના વેગથી તણાતા પ્રાણીઓને શરણરૂપ, ગતિરૂપ કે પ્રતિષ્ઠારૂપ કોઈ દ્વિીપને આપ જાણો છો? શ્રી ગોતમ જણાવે છે કે મહાસાગરના જલ મધ્યે ઊંચો અને વિશાલ હોઈ મહાન સ્થાનરૂપ એક મહાન દ્વીપ છે, કે જેમાં મહા-જલના વેગની ગતિ થતી નથી. શ્રી કેશી પૂછે છે કે આપ મહાદ્વીપ કયો કહો છો? શ્રી ગૌતમ કહે છે કે જરા-મરણરૂપી જલપ્રવાહના વેગથી તણાતાં પ્રાણીઓને ગતિ પ્રતિષ્ઠા શરણરૂપ ઉત્તમ શ્રુતધર્મ વગેરે રૂપ દ્વીપ છે. ભવસાગરમાં રહ્યા છતાં મુક્તિનો હેતુ હોઈ તે સત્ય દ્વીપ છે અને તેથી ત્યાં જરા-મરણરૂપ જલપ્રવાહનો વેગ ગતિ કરી શકતો નથી. હે ગૌતમ! આપની બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે, કે જે બુદ્ધિએ આ મારો સંશય દૂર કર્યો છે. હવે બીજો પણ સંશય મૂકવામાં આવે છે તો તેનું પણ તમે સમાધાન કરો! હે ગૌતમ! મહા પ્રવાહવાળા સમુદ્રમાં નાવ વિશેષથી ચારેય બાજુ ચાલી જાય છે, તો તમે જે નાવમાં આરૂઢ થયા છો તેથી કેવી રીતિએ સામે કાંઠે પહોંચશો? શ્રી ગૌતમ જણાવે છે કે જે નાવ છિદ્રવાળીપાણી ગ્રહણ કરનારી છે તે સમુદ્રના કિનારે પહોંચાડનારી નથી. પણ જે નાવ છિદ્ર વગરની-જલના આગમન વગરની છે તે સમુદ્રને પાર કરનારી છે. આથી છિદ્ર વગરની નાવ ઉપર આરૂઢ થયેલો હું પારગામી બનીશ. શ્રી કેશી કહે છે કે – જે નાવ ઉપર આપ ચડ્યા છો તે નાવ ક્યા પ્રકારની છે? શ્રી ગૌતમ જણાવે છે કે – નિરૂદ્ધ આશ્રદ્ધાવાળું શરીર અહીંનાવ કહેવાય છે, કેમ કે તે રત્નત્રયીની આરાધનાનો હેતુ હોઈ સંસારસાગરથી તારનાર છે. અહીં જીવ નાવિક કહેવાય છે, કેમ કે તે જ સંસારસાગરને તરી જાય છે. સંસાર સાગર કહેવાય છે અને તે સાગરની માફક અપાર હોઈ તરવાનો છે - તાર્ય છે. હે ગૌતમ! આપની પ્રજ્ઞા પ્રકૃષ્ટ છે, કે જે પ્રજ્ઞાએ મારો સંશય છિન્ન (૮૪) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy