SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ છેદીને અને તેનું રાગ-દ્વેષાદિ મૂલ સહિત ઉન્મૂલન કરીને વિષ ફલના આહાર સમાન કિલષ્ટ કર્મથી મુક્ત બનેલો હું છું અને પૂર્વોક્ત ન્યાયે હું વિચરું છું. હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે – તમોએ એ લતા કઈ કહેલી છે ? શ્રી ગૌતમ કહે છે કે - સ્વરૂપથી ભય આપનારી દુઃખ હેતુ હોઈ ભીમ જેવી અને જેનાથી કિલષ્ટ કર્મરૂપ ફલોનો ઉદય-વિપાક છે એવી ભવતૃષ્ણા (સાંસારિક સુખ-વિષયક લોભ) એ આધ્યાત્મિક મનઃસ્થ લતા કહેલ છે. હે મહામુનિ ! તે લત્તાનું મૂલતઃ ઉન્મૂલન કરી હું ન્યાય પ્રમાણે વિચરું છું. હે ગૌતમ ! આપની બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે, કે જે બુદ્ધિએ સંશયનો નિરાસ કર્યો. હવે બીજો પ્રશ્ન રજૂ કરવામાં આવે છે - હે ગૌતમ! શરીરમાં રહેલી ચારેય બાજુએથી ઉત્કૃષ્ટ રીતિએ જ્વલિત અને ઘો૨ અગ્નિઓ તમે કેવી રીતિએ બુઝાવી? હવે શ્રી ગૌતમસ્વામી કહે છે કે - મહા મેઘથી પેદા થયેલ જલપ્રવાહમાંથી તમામ જલ કરતાં ચડીયાતું જલ લઈ તે અગ્નિઓને હું બુઝાવું છું અને તેથી સિંચાયેલ તે અગ્નિઓ મને બાળતી નથી. હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે - તમે કોને અગ્નિ અને મહામેઘ કહો છો ? તેનો શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે - શ્રી જિનેશ્વરોએ ‘કષાયો’ તપાવનાર-શોષવનાર હોઈ તેને અગ્નિ તરીકે કહ્યા છે. કષાયના ઉપશમહેતુ શ્રુતાન્તર્ગત ઉપદેશ, મહાવ્રતરૂપ શીલ અને તપ એ ‘જલ’ છે. જગતને આનંદ આપનાર હોઈ તીર્થંકર ‘મહામેઘ'ના સ્થાને છે. તેઓશ્રીથી ઉત્પન્ન થયેલ શ્રી જિનાગમરૂપ ‘શ્રોત’ છે. શ્રુત વગેરે જલથી પરિભાવના આદિરૂપ ધારાઓથી હણાયેલ-સિંચાયેલ પૂર્વોક્ત સ્વરૂપવાળી અગ્નિઓ ભિન્ન ભેદાયેલ અને શાંત થયેલી મને બાળી શકતી નથી. હે ગૌતમ ! આપની બુદ્ધિ સરસ છે કે જે બુદ્ધિએ આ સંશયનું ખંડન કર્યું. હવે એકબીજો પ્રશ્ન રજૂ થાય છે તેનો આપ ખુલાસો કરો. હે ગૌતમ ! આ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડો દોડી રહ્યો છે, કે જેના ઉપર આપ Jain Education International 2010_03 ૮૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy