SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ છે, કેમ કે તે અનેક અનર્થોની પ્રાપ્તિનો હેતુ છે. વળી નહિ જીતાયેલા કષાયો શત્રુઓ છે, અર્થાત્ આત્માની સાથે મેળવતાં એક જીવ અથવા મન અને ચાર કષાયો એમ પાંચ શત્રુઓ છે. તે ઉપરાંત અજિત પાંચ ઈન્દ્રિયો પણ શત્રુઓ છે. એટલે ઉપરના પાંચની સાથે આ પાંચ ઈન્દ્રિયો મેળવતાં દશ શત્રુઓ સમજવા. આ દશ શત્રુઓને જીતતાં હાસ્ય વગેરે નવ નોકષાય આદિ સર્વ શત્રુઓ જીતાયા જ સમજવા. આ રીતિએ શત્રુઓને જીતીને, હે મુનિ! પૂર્વોક્ત ન્યાય પ્રમાણે તેઓના મધ્યમાં રહેવા છતાં પણ અપ્રતિબદ્ધ વિહારિતારૂપે હું વિચરું છું. શ્રી કેશી કહે છે કે – હે ગૌતમ! તમારી બુદ્ધિ ઉત્તમ છે, કે જે બુદ્ધિથી આ સંશય તમે દૂર કર્યો. હવે હું તમને જે બીજો સંશય પૂછું છું તેને તમે કહો! હે મુનિ! આ લોકમાં પાશથી બંધાયેલા ઘણાં પ્રાણીઓ દેખાય છે. તમો પાશથી મુક્ત બની સઘળે પ્રતિબંધ વગરના હોઈ, વાયુની જેમ લઘુભૂત-હલકા બનેલા કેમ વિચરો છો? શ્રી ગૌતમસ્વામી તેનો જવાબ આપે છે કે – સત્ય ભાવનાના અભ્યાસરૂપ ઉપાયથી સર્વ પાશોને ફરીથી ન બંધાય તે રીતિએ છેદીને, પાશથી મુક્ત બની લઘુભૂત થયેલો હે મુનિ! હું વિચારું છું. હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે - પાશ ક્ષદ્વાચ્ચ કયા પાશો કહેલા છે? શ્રી ગૌતમે જણાવ્યું કે- ગાઢ રાગ-દ્વેષ-મોહ વગેરે પરવશતાના હેતુ હોઈ, પાશ સમાન પુત્ર વગેરે સંબંધરૂપ સ્નેહો અનર્થકારી હોઈ ભયંકર પાશો છે. તો યથાન્યાયે આધ્યાત્મિક સર્વ પાશોને છેદી, યતિવિહિત આચારના અનુસારે હું વિચરું છું. શ્રી કેશી કહે છે કે – હે ગૌતમ! આપની બુદ્ધિ અત્યુત્તમ છે, કે જેથી પૂછાયેલ સંશય દૂર થયો. હવે જે બીજો સંશય થાય છે તેનો તમો જવાબ આપશો. હે ગૌતમ! મનમાં ઉત્પન્ન થયેલી એક લતા છે, કે જે પરિણામે ભયંકર વિષ જેવા ફલોને આપે છે. એવી લતાનું તમોએ કેવી રીતિએ ઉમૂલન કર્યું? શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે – તે સંપૂર્ણ લતાને (૮૧) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy