________________
હોવા છતા પણ વક્ર-જડતાના કારણે યથાર્થ રીતિએ પાળી શકતા નથી. તેમ જ મધ્યમ તીર્થકરના સાધુઓને સાધુ-આચાર સુવિશોધ્ય અને સુપાલક થાય છે, કેમ કે તેઓ 8 જુપ્રાજ્ઞતાના કારણે તે સુખે જાણે છે અને પાળે છે અને તેથી તેઓ ચાતુર્યામના કથનમાં પંચમ યામને જાણવા અને પાળવા માટે સમર્થ છે. કહ્યું છે કે – “અપરિગૃહીત સ્ત્રીનો ભોગ અસંભવિત છે, માટે પરિગ્રહના પચ્ચકખાણમાં સ્ત્રીનું પચ્ચકખાણ આવી ગયું - એમ બુદ્ધિથી. તેઓ જાણે છે. આવી રીતિએ (તે તે અપેક્ષાએ) શ્રી પાર્શ્વનાથસ્વામીએ ચાતુર્યામ ધર્મ કહ્યો છે. પૂર્વના કે પછીના તેવા નહિ હોવાથી શ્રી ઋષભદેવસ્વામીએ અને શ્રી વર્ધમાનસ્વામીએ પંચમહાવ્રતરૂપ ધર્મ કહ્યો છે. આ પ્રમાણે વિચિત્ર બુદ્ધિવાળા શિષ્યોના ઉપકારને માટે ધર્મના બે પ્રકારો છે તે વાસ્તવિક કે તાત્વિક નથી.
હે ગૌતમ! તમારું જ્ઞાન શ્રેષ્ઠ છે અને તેનાથી તમે અમારા શિષ્યોનો સંશય દૂર કર્યો. વળી જે બીજો સંશય છે તેને પણ તમે દૂર કરો! તે એ કે મહાયશસ્વી શ્રી વર્ધમાનસ્વામીએ અચલક કલ્પ કહ્યો છે અને મહાયશ શ્રી પાર્શ્વનાથસ્વામીએ શ્રી મહાવીર - શિષ્યોની અપેક્ષાએ વિશિષ્ટમાનવ તથા બહુમૂલ્યવંત પ્રધાન વસ્ત્રવાળો કલ્પ કહ્યો છે. એક કાર્ય માટે પ્રવૃત્ત બંનેના કલ્પના ભેદનું શું કારણ છે? હે મેઘાવિન! બે પ્રકારના લિંગભેદમાં શું અવિશ્વાસ થતો નથી?
શ્રી કેશીના આ પ્રશ્નનો શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે – કેવલજ્ઞાનરૂપી વિજ્ઞાનથી જે જેને ઉચિત હોય, તે તેને તે રીતિએ જાણીને વર્ષાકલ્પ વગેરે ધર્મોપકરણસાધન દર્શાવ્યું છે. પહેલાંના અને છેવટના સાધુઓને જો લાલ વસ્ત્રો આદિની અનુજ્ઞા આપવામાં આવે, તો જાવકજડતાના કારણે વસ્ત્રોને રંગવા વગેરેમાં પણ પ્રવૃત્તિ કરી બેસ! આથી તેની રજા આપી નથી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના શિષ્યો તેવા નહિ હોવાથી તેઓને લાલ વગેરે વસ્ત્રની અનુજ્ઞા કરેલ છે. વળી ‘આ જૈન સાધુઓ છે”
(૭૯)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org