SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પોતપોતાના આસન ઉ૫૨ બેઠેલા ચંદ્ર અને સૂર્યની સમાન પ્રભાવાળા શોભી રહ્યા છે. આ સમયે અજ્ઞ હોઈ મૃગ જેવા જૈનેતર સાધુઓ અને અનેક હજારોની સંખ્યામાં ગૃહસ્થીઓ આવ્યા, તેમજ દેવ-દાનવ-ગાંધર્વો તથા યક્ષ-રાક્ષસકિન્નરો દશ્યરૂપે અને કેલીકિલ વ્યંતરો અદશ્યરૂપે ભેગા થયા. શ્રી કેશીશ્રમણ શ્રી ગૌતમને કહે છે કે - હે મહાભાગ! અતિશય અચિંત્ય શક્તિશાળી ! હું તમોને પૂછવાની ઈચ્છા રાખું છું. ત્યારે શ્રી ગૌતમે શ્રી કેશીને આ પ્રમાણે કહ્યું કે - હે ભવંત ! ભગવન્ ! આપ મને ઈચ્છા પ્રમાણે પૂછી શકો છો. બાદ અનુજ્ઞાને પામેલા શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે. મહામુનિ શ્રી પાર્શ્વનાથસ્વામીએ ચાતુર્યામરૂપ જે ધર્મ બતાવ્યો અને મહામુનિ શ્રી વર્ધમાનસ્વામીએ પંચમહાવ્રતરૂપ જે આ ધર્મ પ્રરૂપ્યો, તો એક જ કાર્ય માટે પ્રવૃત થયેલ બંને ધર્મોના ભેદમાં શું કારણ છે? હે મેઘાવિન્! આ બે પ્રકારના ધર્મોમાં આપને કેમ અવિશ્વાસ નથી થતો ? કેમ કે - જો સર્વજ્ઞપણું સમાન છે તો શા માટે આ મતભેદ કર્યો? ત્યારબાદ શ્રી કેશીને શ્રી ગૌતમે કહ્યું કે - બુદ્ધિ જેનાથી જીવાદ તત્વોનો વિનિય છે - એવા ધર્મપ૨માર્થને જુએ છે. અર્થાત્ વાક્યના શ્રવણ માત્રથી જ અર્થનો નિર્ણય થતો નથી, પરંતુ પ્રજ્ઞાવશથી થાય છે. પહેલા તીર્થંકરના મુનિઓ સરલ અને જડ છે તે હેતુથી છેલ્લા તીર્થંકરના સાધુઓ વક્ર પ્રકૃતિના કારણે વક્ર અને જડ છે તે હેતુથી અને મધ્યમ તીર્થંક૨ના સાધુઓ સરલ અને સુબોધતાને કારણએ પ્રાજ્ઞ છે તે હેતુથી, એક કાર્યમાં પ્રવૃત્ત હોવા છતાં ધર્મ બે પ્રકારનો છે. પહેલા તીર્થંકરના સાધુઓને સાધુકલ્પ-આચાર દુ :ખે કરી શુદ્ધ કરી શકાય એવો છે, કેમ કે – ગુરૂ દ્વારા સમજાવવા છતાં પણ જડતાના કારણે ગુરૂનું વાક્ય સમ્યક્ જાણી શકવા તેઓ સમર્થ થતા નથી. જ્યારે છેલ્લા તીર્થંકરના સાધુઓને સાધુ-આચાર દુઃખે કરી પાળી શકાય એવા છે. કારણ કે તેઓ કોઈપણ રીતિએ જાણતા - . Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy