SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ३ पूर्णताष्टकम् सैव क० तेह ज । जात्यरत्न क० जाचुं रतन तेहनी । विभा क० कांति, तेहनइ । निभा क० सरिखी । उपाधिनी पूर्णता जाई, पणि स्वभावनी पूर्णता कदापि न जाई ए भावार्थः । २ અર્થ : જે પૂર્ણતા આત્મદ્રવ્યથી ભિન્ન ધન-ધાન્ય-પરિગ્રહાદિરૂપ ઉપાધિથી, એટલે કે પર વસ્તુથી, માની લીધેલી પૂર્ણતા છે તે વિવાહાદિ અવસરે બીજા પાસેથી માગી લાવેલાં ઘરેણાં જેવી છે. પરંતુ જે સ્વાભાવિકી એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રની સ્વભાવસિદ્ધ પૂર્ણતા છે તે ઉત્તમ રત્નની કાંતિ સમાન છે. ઉપાધિની પૂર્ણતા જાય, પણ સ્વભાવની પૂર્ણતા કદાપિ ન જાય એ ભાવાર્થ છે. ૨. अवास्तवी विकल्पैः स्यात्पूर्णताब्धेरिवोर्मिभिः । पूर्णानंदस्तु भगवांस्तिमितोदधिसन्निभः ।। ३ ।। बा०: अवास्तवी क० अवस्तुथी उपनी एटलइ जूठी, साची नहीं । विकल्पैः क० अहं धनी, अहं रूपवार्न', अहं पुत्रदारवान् इत्यादि संकल्प-विकल्पई करीनई । स्यात् क० होई । पूर्णता क० पूर्णपणुं । अब्धेः क० समुद्रनई । इव क० यथा । ऊर्मिभिः क० कल्लोलई । पूर्णानंदः क० सुखई पूरो । तु पुनः । भगवान् क० शुद्ध स्वभाव आत्मा ते । स्तिमित क० निश्चल जे । उदधि क० समुद्र तेणें । सन्निभ क० सरिखो छ । आत्मा समुद्रनी परिं ज्ञानादि रत्नई सदाई पूर्ण ज' छई इम भाववुं । बाह्य दृष्टि विकल्प कल्लोलई पूर्ण मानी लीइं छई ए भाव । ३ અર્થ : જેમ કલ્લોલો-તરંગો વડે સમુદ્રની કલ્પિત પૂર્ણતા હોય છે તેમ, ‘હું ધનવાન છુ,' ‘હું રૂપવાન છું,’ ‘હું પુત્ર અને સ્ત્રીવાળો છું' ઇત્યાદિ સંકલ્પ-વિકલ્પો વડે અવસ્તુથી ઉત્પન્ન થયેલી જૂઠી, એટલે સાચી નહિ એવી, કલ્પિત પૂર્ણતા હોય છે. પરંતુ પૂર્ણાનંદ ભગવાન એટલે શુદ્ધ સ્વભાવવાળો આત્મા નિશ્ચલ-સ્થિર સમુદ્રના જેવો હોય છે. આત્મા સમુદ્રની પેઠે જ્ઞાનાદિ રત્નોથી સદાય પૂર્ણ જ છે એમ ભાવવું એટલે કે વિચારવું. બાહ્ય દૃષ્ટિ તો વિકલ્પના કલ્લોલોથી જ પોતાને પૂર્ણ માની લે છે એ ભાવ છે. ૩ जागर्ति ज्ञानदृष्टिश्चेत्तृष्णाकृष्णाहि जांगुली । पूर्णानंदस्य तत्किंस्याद्दैन्यवृश्चिकवेदना ।। ४ ।। बा०- जागर्ति क० जागई छई । ज्ञानदृष्टिः क० पूर्णता ज्ञाननी दृष्टि । चेत क० जो, केहवी छइ ज्ञानदृष्टि ? तृष्णारूप । जे कृष्णाहि क० कालो सर्प ते विषई। जांगुली विद्या सरिखी । पूर्ण १. 1 मां 'अहं रूपवान" शब्दो नथी । २.1 समुद्रनी परिं, जीक जधी प्रतोभां मात्र 'समुद्रनी' शब्दों छे. । ३. 3, 10 पूर्णता; जाडी जधी प्रतोभां 'पूर्ण ज' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy