SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ १८५ પરિશિષ્ટ - ૧ આપમતી એટલે સ્વચ્છંદ વ્યક્તિ. શબર રાજા રાણી સાથે બહાર નીકળે છે ત્યારે એક ઝૂંપડીમાં ભીલોના રાજાને સિંહાસન પર બેઠેલા જુએ છે. તે સિંહાસન ઉપર મોરપિચ્છનું છત્ર હતું તે જોઈને રાણીએ તે છત્ર માંગ્યું. તે ભીલોનો રાજા ભૌત નામના સંપ્રદાયના ગુરુ હતા, જે ભૌતમતી નામે ઓળખાતા હતા. શબર રાજાએ તે છત્ર લેવા માટે માણસો મોકલ્યા, ત્યારે શબરના સાગરિતોને લડવા આવવા માટે જણાવ્યું. તે સમયે રાજાએ પોતાના માણસોને જણાવ્યું કે, “તે ગુરુ છે અને ગુરુના પગ પૂજ્ય છે એટલે તેમના પગનો સ્પર્શ કર્યા વગર મોરપિચ્છ મેળવવું.” રાજાના માણસોએ રાજાની આજ્ઞાનું પાલન કર્યું ખરું, પણ કેવી રીતે? ભૌત રાજાના ચરણને સ્પર્શ તો ન કર્યો, પણ તેને મારીને મોરપિચ્છનું છત્ર મેળવી લીધું. આમ પગને સ્પર્શ કરવા કરતાં પણ મોટી ભૂલ તેને મારવાની કરી. કહેવાનું એ છે કે ‘તમે સ્થળને પકડી રાખો અને સૂક્ષ્મનું પાલન ન કરો' તે વ્યાજબી નથી. હો ર/૧ (ન પરાવર્તતે .... ત્રણ: I) જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ જે નવ ગ્રહ હોય છે તે ૧. એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે, ૨. તે ક્યારેક વક્રી થાય છે અને પછી વક્રતા છોડે પણ છે, ૩. તે વ્યક્તિને નડે છે. પરિગ્રહરૂપી ગ્રહમાં આ ત્રણે બાબતો વિપરિત છે. ૧. પરિગ્રહરૂપી ગ્રહ રાશિ બદલતો નથી. ૨. તે સદાય વક્રી જ રહે છે, ક્યારેય સારો થતો નથી અને ૩. તે કોઈ એકને નહીં પણ બધાંને નડે છે. લંગની રીતે પોતે આ વાત રજૂ કરી છે. ચાર એટલે ગતિ. ‘બલિઓ' = બળિયો = બળવાન. “બલિઓ' શબ્દ ત્યારે બળવાનના અર્થમાં વપરાતો હશે. શ્લો. ૨૭/૩ “વિના” માટે “પાખે’ શબ્દ આજે પણ ક્યાંક ક્યાંક બોલાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy