SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ હવે આવે છે હળવી શૈલીમાં લખાયેલ “પરિગ્રહ-અષ્ટક' બાહ્ય હોય કે આંતરિક, પણ પરિગ્રહમાત્ર સાધનામાર્ગમાં આડખીલીરૂપ છે, તેથી તે ત્યજવાયોગ્ય છે. જે વ્યક્તિ પરિગ્રહનો સાચો ત્યાગ કરે તેને કોઈ પણ જાતની લાલસા રહેતી નથી. વિનોદની ભાષામાં ઉપાધ્યાયજી જણાવે છે, કે શનિ વગેરે ગ્રહો સમયે સમયે પોતાની રાશિ બદલે છે અને વક્રતા પણ છોડે છે, જ્યારે આ પરિગ્રહરૂપ ગ્રહ તો પોતાની રાશિમાંથી પાછો પણ ફરતો નથી, વક્રતા પણ ત્યજતો નથી અને સર્વને હંમેશા હેરાન જ કરે છે. (૨પ/૧) હવે આવતા “અનુભવ-અષ્ટકમાં સ્વપ્ન, જાગ્રત, સુષુપ્ત - આ ત્રણ અવસ્થાથી ભિન્ન ચોથી (સુર્ય) અવસ્થાની એટલે કે આત્મસાક્ષાત્કાર-સ્વરૂપ “અનુભવ”ની વાત કરવામાં આવી છે. સાદા સરળ દૃષ્ટાંત દ્વારા અનુભવની વાત રજૂ કરતાં અહીં કહેવાયું છે, કે શાસ્ત્રજ્ઞાનરૂપ ખીરનો સ્વાદ કલ્પનારૂપ કડછીથી ક્યારેય માણી ન શકાય, ખીરનો સ્વાદ માણવા માટે તો અનુભવરૂપ જીભ જ કામ આવે. (૨૬/૫) આ જ રીતે રાગ-દ્વેષરહિત શુદ્ધ આત્મસ્વરૂપ શાસ્ત્રો અને તેની યુક્તિથી જાણી ન શકાય, તે માટે તો અનુભવ અને માત્ર અનુભવ જ કામમાં આવે. - સત્યાવીસમાં ‘યોગ-અષ્ટકમાં ખૂબ સંક્ષેપમાં, માત્ર નામનિર્દેશ કરાતો હોય તે રીતે, જૈન મત પ્રમાણે “યોગની ચર્ચા કરવામાં આવી છે. “મોક્ષની સાથે આત્માને જોડનારો બધો આચાર તે યોગ' એવી યોગની વ્યાખ્યા કરીને સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ, આલંબનયોગ અને એકાગ્રતાયોગ – એમ યોગના પાંચ પ્રકાર વર્ણવ્યા છે. આમાંના પહેલા બે કર્મયોગ અને પછીના ત્રણ જ્ઞાનયોગ કહેવાય છે. આ પાંચેય યોગના દરેકના પાછા ઇચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, સ્થિરતાયોગ અને સિદ્ધિયોગ – એ ચાર પ્રકારે જોતાં કુલ વીસ ભેદો ગણાવ્યા છે. આ વીસ ભેદના પ્રત્યેકના પાછા પ્રીતિયોગ, ભક્તિયોગ, વચનયોગ અને અસંગયોગ – એ ચાર પ્રકારે જોતાં (વીસને ચારે ગુણતાં) સી ભેદ થાય. સાધકજીવન સાથે સંબદ્ધ વિષયોની ચર્ચા કરતાં હવે આવે છે “નિયાગ-અષ્ટક' અહીં નિયાગ” એટલે ભાવયજ્ઞ એવો અર્થ છે. ગૃહસ્થ માટે વીતરાગની પૂજા વગેરે ક્રિયા બ્રહ્મયજ્ઞ બની શકે, જ્યારે યોગી માટે તો જ્ઞાન એ જ બ્રહ્મયજ્ઞ છે. જૈન ધર્મમાં શ્વેતાંબરો મૂર્તિઓની ભાવપૂર્વક પૂજા કરે છે. આ પૂજાવિધિની એકએક ક્રિયાને, સાધકના વ્યક્તિત્વનો પૂર્ણ વિકાસ થાય તે રીતે, જુદા જુદા ગુણો સાથે સાંકળીને સુંદર રીતે પૂજા-અષ્ટક માં રજૂ કરવામાં આવી છે. દા.ત. દયારૂપ પાણી, સંતોષરૂ૫ શુભ વસ્ત્ર, વિવેકરૂપ તિલક, ભક્તિ અને શ્રદ્ધારૂપ કેસર અને ચંદન, ક્ષમારૂપ ફૂલોની માળા, નિશ્ચય વ્યવહારરૂપ વસ્ત્રયુગલ, ધ્યાનરૂપ અલંકાર, આઠ મદના ત્યાગરૂપ અષ્ટમંગલ, શુભ સંકલ્પનો ધૂપ, ધર્મસંન્યાસરૂપ અગ્નિ, સામર્થ્યયોગરૂપ આરતી, અનુભવરૂપ મંગલદીપ, સંયમયોગરૂપ પૂજા, સત્યનો ઘંટનાદ વગેરે દ્વારા પૂજાનાં એકેએક વિધિ અને દ્રવ્યની પાછળનો ભાવ ખૂબ કાયજ્ઞ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy