SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ કાશીમાં રહીને એટલી ઝડપથી તેઓ વિદ્યા ગ્રહણ કરે છે કે જે વિદ્યાને પ્રાપ્ત કરતાં સામાન્ય વિદ્યાર્થીને બાર વર્ષ થાય તે વિદ્યા પ્રાપ્ત કરતાં તેમને માત્ર ત્રણ જ વર્ષ લાગે છે. તેઓએ બધી જ વિદ્યાઓને સુગૃહીત કરીને આત્મસાત્ કરી હતી. જેવી રીતે ઝેરી સર્પને પકડ્યો હોય તો તેના મોં નીચેનો ઝેરની કોથળીવાળો ભાગ પકડાઈ જાય તો પછી બીજા ભાગો ધમપછાડા મારે તોય વાંધો આવતો નથી, તે રીતે કોઈપણ વિદ્યાને પ્રાપ્ત કરવા માટે તેના મૂળને અથવા તો તેના હૃદયસ્થાનને પકડી લેવું જોઈએ, તો તે વિદ્યાને આપણે આત્મસાત્ કરી શકીએ. કાશીમાં ત્રણ વર્ષમાં અભ્યાસ પૂરો થયો તે દરમ્યાનનો એક પ્રસંગ છે. તે જમાનામાં વાદ ચાલતા. છેક આત્મારામજી મહારાજ સુધી વાદ થતા. વિદ્યામાં ઊંડાણ હોય તો જ વાદ થાય. આજથી સિત્તેર વર્ષ પહેલાં પણ વાદ થતા પછી વિદ્યામાંથી ઊંડાણ જતું રહ્યું અને વાદની પરંપરા પણ લુપ્ત થઈ ગઈ. એક વાદી ત્રણ ત્રણ દિવસથી કાશીમાં ફરતો હોવા છતાં કોઈ પંડિત તેની સાથે વાદ કરવાનું બીડું ઝડપતા નથી. આ વાત યશોવિજયજીના વિદ્યાગુરુ ભટ્ટારક પાસે આવતાં તેમણે પોતાના સમર્થ પંડિત વિદ્યાર્થીઓ વચ્ચે કહ્યું કે “મારો એક પણ વિદ્યાર્થી બીડું ન ઝડપે તો તો મારી વર્ષોની મહેનત પાણીમાં ગઈ.” બધાનાં મોં નીચાં પડી ગયાં અને કોઈ ન બોલ્યું ત્યારે શ્રી યશોવિજયજીએ કહ્યું કે જો આપની સંમતિ હોય તો મારી તૈયારી છે.” ભટ્ટાચાર્ય પોતે વિદ્યા બ્રાહ્મણોનો ઇજારો છે તેમ માનતા તેથી એક જૈનને સંમતિ આપતાં અચકાયા. વિદ્યાના ક્ષેત્રમાં જૈન તો આગંતુક છે, તેથી તે જીતી જાય તેના કરતાં કોઈ બ્રાહ્મણ જીતે તો સારું એમ લાગવાથી ફરીવાર ગુરુએ બધાંને પૂછ્યું, પણ કોઈ ન બોલ્યું ત્યારે તેમણે શ્રી યશોવિજયજીને જણાવ્યું કે “જો તારી તૈયારી હોય તો આપણી પાઠશાળા વતી બીડું ઝડપો.” અને આ રીતે બીજા દિવસે વાદ કરવાની જાહેરાત થઈ. ૩૮ ૦ ચશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy