SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પરિપ્લાવિત છે. આ મૂળભૂત રીતે જૈન સમાજ સમક્ષ અપાયેલાં પ્રવચનો છે. પ્રદ્યુમ્નસૂરિજીને મનોરમ પ્રવચનકલા વરેલી છે. એમાં વિચારના ફુલ્લિંગો હોય ને કાવ્યરસિકતા પણ હોય, શાસ્ત્રાધાર હોય ને સાંપ્રત સાથે અનુસંધાન પણ હોય, અભિવ્યક્તિ ઉત્સાહભરી, રસાળ અને પ્રવાહી હોય, એમાં સ્મૃતિમાં સંઘરાઈ જાય એવી ઉક્તિઓ પણ આવે. આ પ્રવચનોમાં પણ એ ગુણો દેખાશે. પ્રસાદવિદ્યા અને પુરુષાર્થવિદ્યા, પરિષદની વ્યક્તિ અને ઉપનિષદની વ્યક્તિ – એ ભેદોની વાત આપણા ચિત્તને ચમત્કૃત કરે છે. વિશાળ જૈન સમાજને અનુલક્ષીને રચાયેલાં વ્યાખ્યાનોનો ઉદ્દેશ સદવસ્તુનો ચેપ લગાડવાનો જ હોય. એમાં સર્વભોગ્યતા સાચવવાની હોય, ઊંડાણમાં જવાનું ખાસ ન બની શકે પણ શાસ્ત્રસંગતિ સાધવાના યશોવિજયજીના કૌશલ્યની શ્રાવકોને અઘરી પડે એવી વાત કર્યા વિના રહે તો એ પ્રદ્યુમ્નસૂરિજી શાના? જૈન સમાજ સમક્ષનાં આ પ્રવચનો હોવાને કારણએ એમાં યશોવિજયજીની સંપ્રદાયસેવાની નોંધ સવિશેષ લેવાય એ સ્વાભાવિક છે પણ એમની ભક્તિપ્રવણતા, આત્મિક અનુભવની લગની અને જીવનગુણોની સાધનાની – હિતશિક્ષાની જે વાત થઈ છે તે તો સાંપ્રદાયિકતાથી ઉપર ઊઠે છે ને સર્વોપયોગી તેમ સર્વને રસપ્રદ બને તેવી છે. છેવટે, આ યશોજીવનની પ્રવચનમાળા છે. આ એક આચમન છે. એ ભૂખ જગાડે છે – અપેક્ષા ઊભી કરે છે યશોવિજયજીના સર્વ સાહિત્યના પરિચય સમેત એમના જીવન વ્યક્તિત્ત્વ, વિચાર અને કાર્યનો મહિમા કરતો કોઈ એક ગ્રંથ હોય એવું મારી જાણમાં નથી. એ કામ આવી રસાળતાથી થાય તો જ વિશાળ સમાજ સુધી પહોંચી શકે. પ્રદ્યુમ્નસૂરિજી યશોવિજયજી પ્રત્યે પરમ ગુરુભાવ ધરાવે છે. એ આવો ગ્રંથ રચી ગુરુતર્પણ કરે અને આપણી ભૂખ સંતોષે એમ આપણે ઇચ્છીએ. ૨૩ મે, ૧૯૯૯ જયંત કોઠારી १४ જ કરી છે કે કે , ' , " છોકડ :: કાકા કાર માંકઇ જ છે 8. 7 રકમ ી , શા કાકા ઠરી જ મોકા કા છે કે, : હા, હા ક જો . 1 , ૨ ૪.કણ દાદા છુ તારા ફટ :: થી 10 કરી જ ને કે બાળકો કે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy