________________
ઢાળ પાંચમી બા) ચોથી ઢાલને વિષે ખલલોકે ગુણવંતને દૂષણ દીધાં તેહના સમાધાન કર્યા. હવે પાંચમી ઢાળમાં ખલલોક નિર્ગુણી પોતાના આત્માને ગુણી કરી માને છે તેમને દોષ દઇ છે. એ સંબંધઈં પાંચમો ઢાલ કહે છે.
(મંત્રી કહે રાજસભામાં - એ દેશી) વિષમકાલને જોરે કઈ ઉઠયા જડ મલધારી રે, ગુરુ ગચ્છ છોડિ મારગ લોપી, કહે અહે ઉગ્રવિહારી રે. ૭૭ [પ-૧]
બા) વિષમ કાલને જોરે પાંચમો આરો હુંડા અવસર્પિણીને જોરે કેઈ ક૦ તલાક ઉડ્યા ક0 પ્રગટ થયા. જડ ક0 મૂર્ખ, મલધારી ક0 બાહ્ય શરીરે મેલા, અંતરંગ પાપમયલું કરી મેલા. તે મેલના ધરનારા એતલે એ ભાવ જે પ્રાઇ એ ઢાલ ઢુંઢીયા લોંકા આશ્રીને છે. પછે બીજાઈ જીવને સીખામણ છે. હવે તે ઢુંઢીઆને માથે ગુરુ નથી તે માટે ઇમ કહ્યું જે “ઉક્યા જડ મલધારી”. ઉક્ત ચ “વર્ગીચૂલકાયાં ઋતહીલનાધ્યયને -
'विक्कम कालाओ पण्णरसय पणहत्तरी वासेसु, गएसु कोहंडी अपरिग्गहियवंतरी पहावाओ भारहे वासे सुयहीलणाजिणपडिमाभत्ति निसेहकारया सच्छंदायारा दुम्मेहा मलिणा दुग्गइगामिणो बहवे भिक्खायरा समुप्पज्जिहितित्ति.'
ગુરુને તથા ગચ્છને છાંડી મારગ લોપી ક0 ઉન્માર્ગ પ્રરૂપીને. વલી કોઈ પૂછે તેહને ઈમ ઉત્તર કહે, “અસ્તે ઉગ્ર વિહારના કરનારા છું. અર્પે અભુત માર્ગ પામ્યા છું.” ૭૭ [૫-૧] ૫૪
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org