________________
સુ॰ આ વિષમકાળમાં કેટલાક બાહ્ય-અત્યંતર મેલ ધરનારા જડ મલધારીઓ પ્રગટ થયા જે પ્રાયઃ લંકા ઢુંઢિયા છે. આ હૂંઢિયાને માથે ગુરુ નથી. ગુરુ અને ગચ્છને છોડી એમણે ઉન્માર્ગ પ્રરૂપ્યો છે. તેઓ પોતાને ઉગ્રવિહારી તેમજ અદ્ભુત માર્ગ પામનારા ગણાવે છે.
શ્રી જિન તું આલંબન જગને, તુજ વિણ કવણ આધારો રે, ભગત લોકને કુમતિ-જલધિથી, બાંહિ ગ્રહીને તારો રે. શ્રી જિન૦ ૭૮ [૫-૨]
બા૦ શ્રી જિન બાહ્ય-અત્યંતર લક્ષ્મીયુક્ત, બાહ્ય અતિશયાદિ, અભ્ય ત૨ કેવલજ્ઞાનાદિક, તિષ્ણે યુક્ત એહવા હે જિન ! તું હિ જ જગતને આલંબન છે, આધાર છે. તુમ્ન વિના કુણ આધાર છે ? ભગત લોકો જે તુમ્હારી ભક્તિના કરનારા તેહનેં કુમતરૂપ જલધિ ક∞ સમુદ્ર, તે થકી બાંહી ગ્રહીનેં તારો ક૦ પાર ઉતારો. એતલે નવનવા કદાગ્રહ ઉપજતા વારો. ૭૮ [૫૨]
સુ॰ હૈ જિનરાજ ! જગતનું આલંબન તમે જ છો. કુમતિરૂપી સમુદ્રમાં પડેલાને તમે તારો અને નવાનવા કદાગ્રહો - હઠાગ્રહો પેદા થતા અટકાવો.
ગીતારથ વિણ ભૂલા ભમતા, કષ્ટ કરે અભિમાને રે, પ્રાઇ ગંઠિ લગે નવિ આવ્યા, તે ખૂતા અજ્ઞાને રે.
શ્રી જિન૦ ૭૯ [૫-૩]
બાળ ગીતાર્થ વિના તે મૂર્ખલોક ભૂલા જ ભમે છે. અહંકારે પોતાનો એક મત પકડ્યો તેહનો અભિમાન તિણે કરી કષ્ટ કરતાં લોચ, ભિક્ષા, ઉંઘાડું માથું, ઉઘાડા પગ ઇત્યાદિક પ્રાઈ ઈમ જાણિઈં છીઈં જે ગંઠી લગે પણિ નથી આવ્યા. એતલે ગંઠીભેદ પણ નથી કર્યો તો સમ્યક્ત્વની વાત તો વેગલી છઈં. તે પ્રાણી અજ્ઞાનને વિષે જ ખૂતા છે, ગુરુ-આણા વિના છે માટે : ઈતિ ભાવ. ૭૯ [૫.૩]
સુ૦ ગીતાર્થ વિના આ અજ્ઞાનીઓ ભૂલા-ભટક્યા છે. અહંકારથી જે મત પકડ્યો છે તેના ગુમાનમાં જ લોચ, ભિક્ષા, આદિ કષ્ટ કરતા ફરે પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org