SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ બાવન ભેદ પામી શકે નહીં; એકાકીપણું ક્યારે યોગ્ય ઠરે ?; જિનાજ્ઞા વિનાનું ચારિત્ર નિષિદ્ધ. ઢાળ સાતમી (સળંગ ગાથા ૧૨૬થી ૧૩૭) ગુરુનો લગીર દોષ જોઈ એમને ત્યજાય નહીં; બકુશ અને કુશીલ એ બે દ્વારા જ તીર્થ ચાલતું હોઈ સંપૂર્ણ નિર્દોષ અપ્રાપ્ય; છતાં ગીતાર્થને જ એકાકી વિહારની આજ્ઞા, અગીતાર્થને નહીં; એકાકીવાસનાં ગેરલાભો અને ભયસ્થાનો; સાધુઓની ગુણવૃદ્ધિ અને દોષવૃદ્ધિના ૨૬-૨૬ ભેદ. ઢાળ આઠમી (સળંગ ગાથા ૧૩૮થી ૧૬૪) કેવળ અહિંસા-દયામાં જિનાજ્ઞાનું પ્રવર્તન નથી; અહિંસાનો સાચો મર્મઃ સ્વઆત્મા હણાય તે હિંસા, સ્વઆત્મા ન હણાય તે અહિંસા; અહિંસાના ત્રણ પ્રકાર : હેતુ અહિંસા, સ્વરૂપ અહિંસા, અનુબંધ અહિંસા; હિંસાના પણ એવા જ ત્રણ ભેદ; જિનાજ્ઞા રૂપ શુભ ક્રિયા કરતાં થતી હિંસામાં દોષ લાગે નહીં; ઉત્સર્ગ અને અપવાદ બન્ને વિધિવાદ છે; ઉત્સર્ગની જેમ અપવાદની પણ આજ્ઞા છે; ભાવનિક્ષેપને માનનારે એના કારણરૂપ નામ-સ્થાપના-દ્રવ્ય નિક્ષેપને પણ માનવા જોઈએ; નયના પ્રકાર અનુસાર હિંસા-અહિંસા સાત પ્રકારે છે. ઢાળ નવમી (સળંગ ગાથા ૧૬૫થી ૧૯૩) કેવળ સૂત્રને જ માનનારા અને તે પરની ટીકા-વૃત્તિ આદિને નહીં માનનારા ભૂલા પડી આથડનારા અને તીર્થંકરની આશાતના કરનારા છે; આવાઓની આગમવિરોધી આચરણા; ગુરુ શિષ્યને સૂત્ર વિશે ત્રણ પ્રકારે વ્યાખ્યાન કરે. સૂત્ર સામાન્ય પ્રમાણ છે Jain Education International For Private & Personal Use Only ૮૯ ૧૦૭ ૧૨૫ www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy