SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ નિયતવાસ, સાધુએ જિનપૂજાદિ કરવાં, વિગય આહારમાં દોષ નથી. વ૦; મંદસંવેગી મુનિ શિથિલાચારનાં આલંબનો લે, તીવ્ર સંવેગી સંયત મુનિરાજનું આલંબન સ્વીકારે. ઢાળ ચોથી (સળંગ ગાથા ૫૮થી ૭૬) હીનાચારી મુનિ શુદ્ધાચારીનાં છિદ્રો શોધે; તેઓ ધર્મદેશનાનો વિરોધ કરે; પણ ધર્મદેશના કુમતિને ટાળે - સન્માર્ગને ચીંધે; ગીતાર્થની ધર્મદેશના ભવતારક, અગીતાર્થની વાણી ઉન્માર્ગ-પ્રરૂપક; હીનાચારીઓનો સ્તવન-સજ્ઝાયાદિ રચનાઓનો વિરોધ પણ મિથ્યા કેમકે ગ્રંથરચનાઓ શ્રુતસમુદ્રપ્રવેશમાં નાવ સમાન હોઈ શ્રુતની વૃદ્ધિ કરે; ગુરુ દેશના દ્વારા નિશ્ચયવાદી અને વ્યવહારવાદી બન્નેને સાચો ન્યાયમાર્ગ - સ્યાદ્વાદમાર્ગ દેખાડે. ઢાળ પાંચમી (સળંગ ગાથા ૭૭થી ૯૯) કેટલાક નિર્ગુણી છતાં પોતાને ગુણકારી માને; ગુરુ, ગીતાર્થ અને ગચ્છનો પ્રતિબંધ રાખનારા અજ્ઞાનગર્ત છે; ગુરુકુલવાસ વિના ચારિત્ર સંભવે નહીં; ગુરુકુલવાસના લાભ વિનય, શુશ્રુષા, જ્ઞાન, દર્શનની નિર્મલતા, ગુપ્તિસંવર્ધન, મુક્તિમાર્ગની આરાધના. ઢાળ છઠ્ઠી (સળંગ ગાથા ૧૦૦થી ૧૨૫) જ્ઞાનસહિતની ક્રિયા લેખે લાગે; દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવને વિશે, પ્રાયશ્ચિત્તના વિકલ્પો વિશે અગીતાર્થનું અજ્ઞાન; પરિણામે જિનાજ્ઞાની વિરાધના; ઉત્સર્ગ-અપવાદનું અજ્ઞાન સંયમને ખંડિત કરે; ગીતાર્થથી અળગા રહેતા એકાકી મુનિ વિનયના Jain Education International For Private & Personal Use Only ૪૨ ૫૪ ૭૨ www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy