SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ગીયસ્થ પાસે ક0 ગીતાર્થ પાસે, નિસુણે ક0 સાંભલે તે વિનયબહુમાન સહિત. અત્ર ચતુર્ભગી : કોઈક ધૂને વંદનાદિક બાહ્ય વિનય હોય પણ બહુમાન આંતરપ્રીતિ ન હોય, ગુરુકમ માટે (૧). કોઈકને બહુમાન હોય પણ વિનય કરવાની શક્તિ નથી, તે ગ્લાનાદિક જાણવા (૨). કોઈક આસસિદ્ધિયા જીવને વિનય-બહુમાન બેઉ હોય. (૩) કોઈક ગુરુતર પાપકર્મીને વિનય તથા બહુમાન એકે ન હોય (૪). ઈમાં વ્રત સાંભળવું કહ્યું. પણ ઉપલક્ષણથી સર્વ શાસ્ત્ર સાંભળે. ગીત ક૦ સૂત્ર, અર્થ ક0 તેહનું વ્યાખ્યાન. તે ગીત ને અર્થ સહિત તે ગીતાર્થ, યતઃ- [ધર્મરત્ન પ્ર., ગા. ૩૧ની વૃત્તિ). 'गीयं भन्नइ सुत्तं, अत्थो तस्सेव होइ वक्खाणं । गीएण य अत्थेण य, संजुत्तो होइ गीयत्थो' ॥ १ ॥ તે પાસે સાંભળે. ભંગાદિક બહુ અત્થ જાણે ક0 વ્રતના ભાંગા પ્રમુખ બહુ અર્થ સમઝ, જિમ પચ્ચકખાણના ૪૯ ભંગા ત્રિકાલના ગણીયે ૧૪૭ ભંગા થાય. વલિ વ્રત આશ્રી ગણીઍ તિવારે એક વ્રતે ૪૮, ત્રણ વ્રત ૩૪૨[પાઠાંઃ એક વ્રતે ૬, બે વ્રતે ૪૮, ત્રણ વ્રતે ૩૪૨.] ઇત્યાદિક થાવત્ બાર વતે ૧૩૮૪૧૨૮૭૨૦ભેગા થાય. અત્ર ગાથા 'तेरस कोडि सयाई चूलसी कोडीओ बारस य लक्खा । सगसीइ सहस दो सय सव्वग्गं छक्क भंगीए ॥ १ ॥ નવ ભંગીઇ એક વ્રત ૯, બે વ્રતે ૯૯ યાવતુ બાર વતે ૯૯૯૯૯૯૯૯૯૯૯૯, એકવીસ ભેગી કરીઇ તિવારે બારે વ્રતે ૧૨૮૫૫૦૦૨૬૩૧૦૪૯૨૧૫ થાય. ઉગણપચાસ [૪૯] ભંગ બારે વ્રતે ૨૪૪૧૪૦૬૨૪૯૯૯૯૯૯૯૯૯૯૯૯ ભેગા થાય. એકસો સડતાલીસ [૧૪૭] ભંગીઇ બારે વ્રતે ૧૧૦૪૪૩[૪]૬૦૭૭૧૯૬૧૧૫૩૩૩૫૬૯પ૭૬૯૫ ભેગા થાય. એ સર્વ અક્ષર સંચારણાઇ જાણવા ઇત્યાદિક ભંગાનું જ્ઞાન કરે, આદિ શબ્દ વ્રતના અતિચાર જાણે, એ બીજો ભેદ વિસ્તારે- “ધર્મરત્ન પ્રકરણ” થી જાણવો. ૧૭૨ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy