________________
બા૦ અત્ર ૩૫ માર્ગાનુસારીના ગુણ જ્ઞાનવિમલસૂરિજીઈ લિખ્યા છે, પણ વિશેષ શબ્દાર્થાદિકમાં પ્રયોજન નથી. માટે અમે લિખ્યા નથી. એહનું મૂલ ધર્મરત્ન પ્રકરણ’ છે. તેહમાં પણ નથી કહ્યા.
૧. કર્યું છે વ્રતરૂપ કાર્ય જેણઇ તે કૃતવ્રતકર્મા કહીઇ, ૨. શીલવંત હોય, ૩. ગુણવંત હોય, વિવક્ષિત ગુણવંત હોય, ૪. ઋજુ વ્યવહાર ક∞ સરલ મન હોય, ૫. ગુરુની શુશ્રુષા કરે, સેવા કરે, ૬. પ્રવચન ક૦ આગમમાં કુસલ હોય, ડાહ્યો હોય. એ છ લક્ષણ જેહ માંહે તે પ્રત્યક્ષપણે ભાવશ્રાવક કહીઈં. યતઃ
'कयवयकम्मों' तह सीलवं च गुणवं चं उज्जुववहारी । गुरुसुस्सूसों पवयणकुसलो खलु सावगो भावे' ॥ १ ॥
ધર્મરત્ન પ્ર. [ગા. ૩૩] ૨૩૮ [૧૨-૨]
સુ૦ ૧. જેણે વ્રત રૂપ કાર્ય કર્યું છે તે કૃતવ્રતકર્મા, અર્થાત્ વ્રતધારી, ૨. શીલવંત, ૩. ગુણવંત, ૪. સરલ મનવાળો, ૫. ગુરુસેવી, ૬. પ્રવચનકુશલ આ છ લક્ષણવાળાને ભાવશ્રાવક કહેવાય.
શ્રવણ જાણણા ગ્રહણ ઉદાર, ડિસેવા એ ચ્યાર પ્રકાર, પ્રથમ ભેદના મનિ ધારી, અર્થ તાસ ઈમ અવતારી,
૨૩૯ [૧૨-૩]
બા૦ એ ૬ લિંગ મધ્યે પ્રથમ ભેદ કૃતવ્રતકર્મા નામા, તેહના ચ્યાર ભેદ છે તે કહે છે. શ્રવણ ક૦ સાંભલવું ૧, જાણણા ક૦ જાણવું ૨, ગ્રહણ ક૦ અંગીકાર કરવું ૩, ઉદાર ક0 વિસ્તારપણું, પડિસેવા ક૦ સમ્યક્ પાલવું ૪. એ ચ્યાર ભેદ. એ પ્રથમ ભેદ કૃતવ્રતકર્મા તેહના અવધારીઇં. તાસ ક૦ તેહના અર્થ ઇમ અવધારીઈ કO ઉતારીઇ. ૨૩૯ [૧૨-૩]
સુ૦ આ છ લક્ષણમાંથી પ્રથમ કૃતવ્રતકર્મના ચાર ભેદ છે. ૧. શ્રવણ, ૨. જાણવું, ૩. ગ્રહણ, ૪. સમ્યક્ પ્રતિસેવા અર્થાત્ પાલન. બહુમાને નિસુણે ગીયત્વ, પાસે ભંગાદિક બહુ અત્ય, જાણે ગુરુ પાસે વ્રત ગ્રહે, પાલે ઉપસર્ગાદિક સહે. ૨૪૦ [૧૨-૪] બાળ ‘ઇહાં બહુમાન કહ્યું પણિ વિનય, બહુમાન બે લેવાં. યતઃવિળયવસ્તુમાળસાર, ઝીયસ્થાનો રેડ વયસવળ” ઇતિ વચનાત્. [ધર્મરત્ન પ્ર., ગા.૩૫]
૧૭૧ www.jainelibrary.org
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only