SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ બારમી બા, એ ર૧ ગુણે સહિત હોય તે ભાવશ્રાવકપણું પામે. તે માટે હવે ભાવશ્રાવકનો ઢાલ કહે છે. એ સંબંધ કરી એ ઢાલ આવ્યો બારમો. તેમની પ્રથમ ગાથા એ છે. (ચોપઈની ઢાલ) એકવીસ ગુણ જેણે લહ્યા, જે નિજ મર્યાદામાં રહ્યા, તેહ ભાવશ્રાવકતા લહે, તસ લક્ષણ એ તુંપ્રભુ કહે. ૨૩૭[૧૨-૧] બા, એકવીસ ગુણ જેણે પામ્યા હોય, વલી પોતાની મર્યાદામાં રહ્યા હોય, આચાર-શીલમાં રહ્યા હોય તેહ જ પ્રાણી ભાવશ્રાવકપણું પામે. એટલે એ ભાવ જે પૂર્વે દ્રવ્યશ્રાવક થઇને ઉત્તરકાલે ભાવશ્રાવક થાય. તે ભાવશ્રાવકના લક્ષણ હે પ્રભુ! વીતરાગ પરમેશ્વર ! તું ક0 તુમ્હોએ ક0 આગલિ કહીશું છે તે કહે ક0 કહો છો. ઇહાં ‘તું કારો તે સ્તવના માટે છે તેમાં દોષ નહીં. ર૩૭ [૧ર-૧] સુ, જે આ ર૧ ગુણ પામ્યા હોય તે પ્રાણી જ ભાવશ્રાવકપણું પામે. એટલેકે પૂર્વે દ્રવ્યશ્રાવક થઈને ઉત્તરકાલે ભાવશ્રાવક થાય. હે પ્રભુ ! આ ભાવશ્રાવકનાં લક્ષણો તમે આગળ આ પ્રમાણે કહો છો . કૃતવ્રતકમ શીલાધાર, ગુણવંતો ને ઋજુ વ્યવહાર, ગુરુસેવી ને પ્રવચનદક્ષ, શ્રાવકભાવે એ પ્રત્યક્ષ. ૨૩૮ [૧૨-૨] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૧૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy