________________
બાળ હવે મધ્યસ્થ સોમષ્ટિ નામા ૧૧મો ગુણ વખાણે છે. મધ્યસ્થ ક૦ કોઇ દર્શન ઉપર પક્ષપાત નથી. સોમષ્ટિ ક૦ દ્વેષ રહિત દૃષ્ટિદરશન છે જેહને તે મધ્યસ્થ સૌમ્યદૃષ્ટિ કહીઇં. તથા ધર્મનો મર્મ અવિતથ ક૦ યથાર્થ લહેં કO જાણઇં. સગુણ, નિર્ગુણ, અલ્પગુણ, બહુગુણ, સર્વ પાખંડી નિરૂપિત જે ધર્મ તે કનક પરીક્ષક પુરુષની પરેં જાણે. ગુણ જે જ્ઞાનાદિકના ગુણ તેહનો સદા સંબંધ કરતો તથા દોષ-અનર્થના કરનારા તે સર્વ વરજે. ૧૧ [૧૧મો ગુણ]. ૨૨૭ [૧૧-૧૩]
સુ૦ ૧૧. જેને કોઈ દર્શન ઉપર પક્ષપાત નથી અને જેની દ્વેષરહિત દૃષ્ટિ છે.તેની મધ્યસ્થ-સૌમ્યદૃષ્ટિ છે. તે ધર્મનો મર્મ યથાર્થ જાણે છે. ગુણનો સદા સંયોગ કરે અને અનર્થકારી સર્વ દોષને ત્યજે.
ગુણરાગી ગુણ સંગ્રહે, દૂસે ન ગુણ અનંત, ઉવેખે નિરગુણ તથા, બહુમાને ગુણવંત. ૨૨૮ [૧૧-૧૪]
બા૦ ગુણનો રાગી હોય [તે] ધર્મી ઉપરે રાગ ધરેં તથા ગુણનો સંગ્રહ કરે. નવા ગુણ અંગે આણઇં. ઘૂમેં ક0 દૂખવે નહીં. ગુણ અનંત ક૦ ઘણા ગુણવંતતિનં. એતલે એ ભાવ જે ગુણ ઘણા હોય અને કદાચિત્ કોઈ દોષ હોય તોહી તેહનિં દૂખવે નહીં. યતઃ- [ધર્મરત્ન પ્ર., ૧૯મી ગાથાની વૃત્તિ]
'भूरिगुणा विरलच्चिय, इक्कगुणो बहु जणो न सव्वत्थ । निद्दोसाण वि भद्दं, पसंसिमो थोवदोसे वि ॥ १ ॥'
ઇત્યાદિ. તથા નિરગુણને ઉવેખે ક0 દૂખવે નહીં, તિમ સ્તવે પણ નહીં તથા ગુણવંત જે દેશિવરતીવંતને બહુમાન કરે. ‘ધન્ય એ, ધન્ય એહનો અવતાર' ઇત્યાદિ. એ ગુણરાગી નામા ૧૨મો ગુણ થયો.૨૨૮ [૧૧-૧૪]
સુ૦ ૧૨. ગુણરાગી ધર્મ પર રાગ કરે, ગુણનો સંગ્રહ કરે. કોઈ વ્યક્તિમાં ઘણા ગુણ હોય અને કદાચિત્ કોઈ દોષ હોય તો પણ તેને દુખવે નહીં, અને નિર્ગુણની ઉપેક્ષા કરે.
અશુભ કથા કલુષિતમતિ, નાસે રતનવિવેક, ધર્માર્થી સત્કથ હુઈ, ધર્મ નિદાન વિવેક. ૨૨૯ [૧૧-૧૫]
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
૧૬૫
www.jainelibrary.org