SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ 'भूयांसो भूरिलोकस्य चमत्कारकरा नराः । रंजयंति स्वचित्तं ये, भूतले ते तु पंचषा:' १ [ધર્મરત્ન પ્ર., ૧૪મી ગાથાની વૃત્તિ] ઇત્યાદિ. તથા ધર્મઠામને વિષે ખાસ ક૦ રૂડો ઉદ્યમ કરે. એ ગુણ સાતમો. ૨૨૪ [૧૧-૧૦] સુ૦ ૭. કપટરહિત એવો ગુણવંત અન્યને છેતરે નહીં. લોકમાં તે કીર્તિ-વિશ્વાસ સંપન્ન કરે. ધર્મ-ઠામને વિશે રૂડો ઉદ્યમ કરે. નિજ કારય છાંડી કરી, કરે અન્ય ઉપકાર, સુખિન્ન જન સર્વને, ઉપાદેય વ્યવહાર. ૨૨૫ [૧૧-૧૧] બાળ પોતાનું કાર્ય છાંડીને ક૦ પડતું મૂકીને પણ પરઉપગાર કરે. જે જે ઇહલોક-પરલોકને વિષે હિતદાઇ ઉપગાર કરે, પણ પાપહેતુŪ ન પ્રવર્તે તે સુદાક્ષિણ્ય ગુણ કહીઇ. જન સર્વને ક૦ સર્વ લોકને ઉપાદેય વ્યવહાર ક૦ આદેય વાક્ય હોય. વ્યવહાર તે વાક્યવ્યવહાર ૮. [આઠમો ગુણ]. ૨૨૫ [૧૧-૧૧] સુ૦ ૮. સ્વકાર્ય છોડીને પણ હિતદાયી પરોપકાર કરે, પાપહેતુમાં ન પ્રવર્તે તે દાક્ષિણ્યવંત કહેવાય. અને લોક એની વાત માને. અંગીકૃત ન ત્યજે ત્યજે, લજ્જાલુઓ અકાજ, ધરે દયાલુ ધર્મની, દયા મૂલની લાજ. ૨૨૬ [૧૧-૧૨] બા૦ ધર્મકાર્ય અંગીકાર કર્યું ન તજે તથા અકાજ જે - અકાર્ય તે તજઈં. તેહને લજાલુ કહીઇં. ૯ [નવમો ગુણ]. તથા દયાલુ તેહનેં કહીઈં જે દયામૂલ ધર્મની લાજ ધરે. એતલે દયામૂલ ધર્મ ન લોપઇં. ૧૦ [દસમો ગુણ]. ૨૨૬ [૧૧-૧૨] સુ૦ ૯. સ્વીકારેલું ધર્મકાર્ય ન ત્યજે, અકાર્યને ત્યજે તે લજ્જાળુ કહેવાય. ૧૦. જે દયામૂલ ધર્મ ન લોપે તે દયાળુ. ધર્મ મર્મ અવિતથ લહે, સોમદિટ્ટી મઋત્ય, ગુણસંયોગ કરે સદા, વરજે દોસ અગ્રન્થ. ૨૨૭ [૧૧-૧૩] ૧૬૪ Jain Education International ઉં. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy