SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ દસમી બા૦ હવૈ ૧૦ મો ઢાલ કહે છે. તેહને પૂર્વ ઢાલ સાથે એ સંબંધ છે : પૂર્વ ઢાલમાં સૂત્રાર્થમાં એકે હીલે તેહને સંસાર દીઇ ઇમ કહ્યું. તે સૂત્રઅર્થ તો જ્ઞાન સરૂપ છે તે વાસ્તે જ્ઞાનના વર્ણવનો ઢાલ કહે છŪ. (આપ છંદે છબીલા છલાવ રે - એ દેશી) જ્ઞાન વિના જે જીવને રે, કિરિયામાં છે દોષ રે, કર્મબંધ છે તેહથી રે, નહીં સમ સુખ સંતોષ રે. ૧૯૪ [૧૦-૧] બાળ એ સંબધે કરી આવ્યો જે ઢાલ તેહની પ્રથમ ગાથા. જ્ઞાન પાખે જે જીવ કેવલ ક્રિયારુચિ છે તેહમાં ઘણા દોષની ઉત્પત્તિ છે. તેહથી ક૦ તે અજ્ઞાન ક્રિયાથી કર્મબંધ જ થાય છે. નહીં ક૦ નથી થાતો સમસુખ સંતોષ ક૦ સમતાનાં સુખ, પરભાવની ઇહા નહીં એહવો જે સંતોષ અજ્ઞાની ક્રિયા કરતો હોય તેહને ન હોય. યતઃ ન 'नाणगुणेहिं विणा किरिया संसारवड्डूणी भणिया । धम्मरुइपहवमित्ता, नाणसमेया सया हुज्जा ॥ १ ॥' ઇતિ ‘વીસી’ મધ્યે. ૧૯૪ [૧૦-૧] સુ॰ જે જીવ જ્ઞાન વિના કેવળ ક્રિયામાં રુચિ રાખે છે તેથી ઘણા દોષ પેદા થાય છે. અજ્ઞાન ક્રિયાથી કર્મબંધ થાય. અજ્ઞાન ક્રિયા કરનારને સમતાનાં સુખ-સંતોષ પ્રાપ્ત થતાં નથી. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ Jain Education International For Private & Personal Use Only ૧૪૭ www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy