________________
જ્ઞાન-ભગતિ ભાંજી અણલહેતા, જ્ઞાન તણો ઉપચાર રે, આરાસારે મારગ લોપે ચરણકરણનો સાર રે સાવ ૧૧૩ [૬-૧૪]
બાળ જ્ઞાન-ભગતિ ભાંજિ ક0 એડવો જે મૂર્ખ હોય તે જ્ઞાનની ભક્તિને તો ભાંજે, એતલે ખંડિત કરે, તથા અણલહેતાં ક0 અણઆરાધતાં, જ્ઞાન તણો ઉપચાર ક0 જ્ઞાનનો જે ઉપચાર વિનય તે અણજાણતાં તે પ્રાણી આરાસારે ક0 આરો, જે પંચમ આરો તેહને અનુસારે મારગ લોપે ક0 ભલા મારગને લોપે છે, એતલે મૂર્ખને આદરતાં જ્ઞાન-ભક્તિને ભજતાં, જ્ઞાનનો ઉપચાર અણકહેતા જે પુરુષ હોય તે આરા પ્રમાણે ચારિત્ર ન પાલે, કાં તો ઉત્સર્ગ એકલો જ પાલે, અથવા કાલદોષ કાઢિ મૂકી જ દિઈ ઇતિભાવઃ. તે મારગ કેહવો છે? ચરણકરણનો સાર છે. એ રીતે અમને ભાસ્યો તેહવો લિખ્યો છે. વલી એ ગાથાનો અર્થ પંડિત લોકોને સૂઝે તે ખરો. ૧૧૩ [૬-૧૪]
સુ) આવા મૂઢજનો જ્ઞાનના ઉપચાર-વિનયને નહીં જાણીને સાચા માર્ગનો લોપ કરે છે. માટે મૂર્ખ જનોને આદરતા પુરુષો પણ પંચમ આરા પ્રમાણે, પોતાની રીતે જ ઉત્સર્ગમાર્ગે ચાલે છે કાં તો કાલ-દોષ દર્શાવી ઉત્સર્ગમાર્ગને સદંતર ત્યજી દે છે. એટલે કે ચરણ-કરણ સિત્તરીના સાચા માર્ગને લોપે છે. ઉત્કર્ષી તેહને ધે શિક્ષા, ઉદાસીન જે સાર રે, પકવચન તેહને તે બોલે, અંગ કહે આચાર રે.
સા) ૧૧૪ [૬-૧૫] બાળ વલી ઉત્કર્ષ ક0 ઉત્કૃષ્ટાચારિત્રિયા હોય તથા ઉદાસીન ક0 બેપરવાહી હોય. સાર ક0 ઉત્તમ હોય તે સાધુ, તેહુને શિખામણ દિઇ. પ્રમાદ સ્તુલિતાદિક દેખી શિખ્યા દિઇ, તિવારે તે એકાકી ગચ્છથી નીકલ્યા હોય તે પાછું સાધુને ઈમ કહે, પરુષવચન ક0 કઠોર વચન પાછું કહે છે “મુઝને સર્વલોકમાં કિમ તિરસ્કાર કર્યો ? હેં સું માઠું કર્યું છે? બીજા એ રીતે કરે જ છે તો ધિક્કાર પડો માહરા જીવતરને' ઇત્યાદિક બોલે. ઇમ શ્રી “આચારાંગ [અધ્યયન ૫, ઉદ્દેશક ૪,સૂ.૧૫૮] મણે કહ્યું છે. તથા ચ તત્પાઠ: - ૫. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org