________________
૭િ૭
arઈ. સ. / शमभोजनतुष्टा ये, तेऽन्यं नेच्छंति भोजनम् । पीनपायसपुष्टा ये, माषं नेच्छंति हंत ते ।।७४ ।।
સમતારૂપી ભોજનથી જેઓ સંતુષ્ટ થએલા છે, તેઓ અન્ય ભોજનને ઈચ્છતા નથી, કેમકે જેઓ ઘાટા દૂધપાકથી પુષ્ટ થએલા છે, તેઓ અડદને બાકુલાને) ઈચ્છતા નથી. ये शमनीरधौतांगा, नीरजा एव ते खलु । नीरजा न तु ते बाह्य, रजोभिर्ये मलीमसाः ।।७५ ॥ - સમતારૂપી પાણીથી ધોવાએલાં છે અંગો જેમનાં, તેઓ જ ખરેખર (નીરજા) એટલે કર્મોરૂપી રજો વિનાના (પક્ષે–કમલો) છે; પણ જેઓ બાહ્ય એટલે આત્મસ્વભાવથી વ્યતિરિક્ત એવી કરૂપી રજોથી (પક્ષે–પુષ્પધૂલિથી) મલિન થએલા છે, તેઓ
ખરેખરા નીરજો (કમ્મરૂપી રજ વિનાના) (પક્ષે-કમલો) નથી. (આ શ્લોકથી માંડીને “ ઇવ મતપત્ર” ત્યાં સુધીના શ્લોકોનો શેષ પ્રકારનો અન્યોક્તિવાળો વ્યંગ્યાર્થ તથા ધ્વન્યર્થ તેની સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકાથી જાણી લેવો. शमाब्जस्था हि ये हंसा, ये च सन्मानसंगमाः । त एव नतु ते हंसा, ये च तामरसप्रियाः ।। ७६ ।।
જે હંસો (પક્ષે–જીવો) સમતારૂપી કમલ પર રહેલા છે, તથા જેઓ ઉત્તમ ઉન્નતિના સંગમવાળા છે, અથવા ઉત્તમ જનોના મન પ્રતે ગમન કરનારા છે, (પક્ષે–ઉત્તમ એવા માનસ સરોવર પ્રતે
१. अस्माच् श्लोकादारभ्य “स एव कमलौघोऽत्र' इति पर्यंताः श्लोका व्यंग्ये त्वन्योक्तिसूचकाः संति । तेषां स्फुटार्थस्त्वस्य ग्रंथस्य स्वोपज्ञसंस्कृतभाषोपेतटीकातो ज्ञेयः ॥ २. तामरसं पद्मे । ताम्रकांचनयोरपि ।। इत्युक्तत्वात् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org