________________
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। लालानिष्ठीवनालिप्तां, ललनाधरधोरणीम् ।। विज्ञाय मानसे दूरं, विसृजति शमस्पृशः ।। ६९ ।।
સમતાનો સ્પર્શ કરનારા માણસો સ્ત્રીઓના ઓષ્ટોની શ્રેણિને, મનમાં લાળ અને ઘૂંકથી લીંપાએલી જાણીને દૂર છોડે છે. चर्मास्थिरुधिरश्लेष्म, श्लिष्टं हि ललनाननम् । चांडालकुंडतुल्यं ते, विदंति ये शमान्विताः ।।७०।।
જેઓ સમતાવાળા છે, તેઓ ચર્મ, હાડકાં, રુધિર, અને ગ્લેખથી યુક્ત થએલા સ્ત્રીના મુખને ચાંડાલના કુંડ સરખું જાણે છે. भामोदरं शमप्राप्ता, जानंति त्रिवलिच्छलात् । रत्नत्रयफलच्छेदे, छन्नं हि च्छुरिकात्रयात् ॥ ७१।।
સમતાને પ્રાપ્ત થએલા માણસો સ્ત્રીના ઉદરને (તે પર રહેલી) ત્રણ વલીઓના મિષથી (જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ) ત્રણે ફલોને છેદવામાં ખરેખર ત્રણ છરીઓથી આચ્છાદિત થએલું જાણે છે. शमशोभितदेहा ये, ते नेच्छंति विभूषणम् । चंदनालेपनं मुक्त्वा , कोउंगे गोमेयमिच्छति ।।७२।।
જે માણસો સમતાથી શોભિતાં શરીરવાળાં છે, તેઓ આભૂષણને ઇચ્છતા નથી, (કેમકે) શરીર પર ચંદનના લેપનને છોડીને છાણને કોણ ઇચ્છે છે ? शमपीयूषपुष्टांगा, स्तेऽन्यपेयं पिबंति किम् ।। पीतपेयपयोवारा, मैरेयं ते लषंति किम् ।। ७३ ।।
સમતારૂપી અમૃતથી પુષ્ટ થએલાં છે અંગો જેમનાં તેવા માણસો શું અન્ય પેયને પીએ છે ? કેમકે પીધેલ છે પીવા લાયક દૂધના સમૂહો જેણે, તેવા માણસો શું મદિરાને ઇચ્છે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org